સુરત/ લિંબાયતમાં 28 વર્ષીય યુવકની અંગત અદાવતમાં કરાઈ હત્યા

સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ક્રાંતિનગર પાસે એક 28 વર્ષીય યુવકની હત્યા કરવાની ઘટના સામે આવી છે..

Gujarat Surat

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના લિંબાયત ક્રાંતિનગર વિસ્તારમાં એક હત્યાની ઘટના સામે આવી છે.28 વર્ષીય યુવકની અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત હોય તેમ ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે,સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ક્રાંતિનગર પાસે એક 28 વર્ષીય યુવકની હત્યા કરવાની ઘટના સામે આવી છે 28 વર્ષીય રહીમ શેખ ગઈ કાલે રાત્રે ઘર નજીક આવેલ હોટલ પાસે ગયા હતા ત્યારે એસ .કે ઉર્ફે મહેબૂબ નામના ઈસમ સાથે અંગત અદાવતને લઇ બોલાચાલી થઈ હતી જેને લઈ રાતે 1.30 વાગ્યાના સુમારે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહીમ શેખની હત્યા કરવામાં આવી હતી.

હત્યાની ઘટના દરમ્યાન રહીમ શેખનો મિત્ર શોએબ પણ સાથે હતો જે વચ્ચે પડતા તે પણ ઇજાગ્રસ્ત થયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.સમગ્ર મામલે લીંબાયત પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી હત્યા કરનાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે મરનાર યુવકને બે સંતાનો છે.

યુવકના મોતને પગલે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપી ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.અંગત અદાવત ના પગલે યુવક પર હુમલો કરાયો હતો જેમા બે સંતાનો એ પિતા ની છત્રછાયા ગુમાવતા પરીવાર શોક માં ગરકાઉ થઈ ગયો હતો.



આ પણ વાંચો:પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો, સાવકા પિતાએ સાવકી પુત્રી સાથે કર્યા અડપલાં

આ પણ વાંચો:ચાચરચોકમાં ગરબા માટેનો નિયમ બદલાયો, જાણો શું કરાયો ફેરફાર

આ પણ વાંચો:મહેસાણામાં ધોરણ 6, 7 અને 8ના પેપર ફૂટ્યાનો દાવો

આ પણ વાંચો:છોટાઉદેપુરની સરકારી શાળામાં મધ્યાન ભોજનમાં સડેલુ અનાજ જોવા મળ્યુ