ગુજરાત/ સુરતમાં માતાએ બાળકોને ઝેર આપી કર્યો આપઘાતનો પ્રયાસ, જાણો સમગ્ર મામલો

સુરતમાં એક માતાએ પોતાના જ બે બાળકોને દૂધની અંદર ઉંદર મારવાનો પાવડર ભેળવી દીધો હતો અને આ પાવડર પોતાના બંને નાના બાળકોને આપી પોતે પણ આ દૂધ પી લીધું હતું.

Top Stories Gujarat Surat
  • સુરત:સામુહિક આપઘાતનો પ્રયાસ
  • બાળકોને ઝેર પીવડાવી મહિલાએ પણ દવા પીધી
  • ત્રણેયની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું
  • સુરત સચિન પાલી ગામની ઘટના

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના  સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામમાં માતાએ તેના બે સંતાનોને ઝેરી દવા આપી પોતે પણ ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ હતી.ત્રણેયને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આપઘાતના પ્રયાસ પાછળનું કારણ અકબંધ રહ્યું છે

સુરતમાં એક માતાએ પોતાના જ બે બાળકોને દૂધની અંદર ઉંદર મારવાનો પાવડર ભેળવી દીધો હતો અને આ પાવડર પોતાના બંને નાના બાળકોને આપી પોતે પણ આ દૂધ પી લીધું હતું. ત્રણેય દૂધ પી લેતા તબિયત બગડી હતી બાજુમાં જ કામ કરતી એક મહિલાને આ વાતની જાણ થતા તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર માટે ત્રણેયને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણેયની હાલત ગંભીર હતી તેથી આઈસીયુ માં દાખલ કરવામાં આવ્યા હતા.

જોકે હાલ ત્રણેય ની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી અનુસાર આ મહિલા એ બીજા લગ્ન કર્યા હતા.આ બને બાળકો તેમના પહેલા પતિ ના છે .જોકે હાલ તેનો બીજો પતિ પણ તેનાથી અલગ રહે છે.એટલે ઝેરી દવા પીવા પાછળના કારણ ને લઈ અનેક અટકળો ચાલી રહી છે.પોતે પૂંઠાના કારખાના માં કામ કરી પોતાનું અને તેમના બે બાળકોનું ભરણ પોષણ કરે છે.જોકે હાલ આપઘાત ના પ્રયાસ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી જેથી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મેચના દર્શકોએ 1000 કિલો પ્લાસ્ટિક કચરો કાઢ્યો,કોર્પોરેશને દસ બાંકડા બનાવ્યા

આ પણ વાંચો:ગુજરાતમાં ફરી ઘાતક કોરોનાની રિએન્ટ્રી..! જાણો ક્યાં નોંધાયા

આ પણ વાંચો:વડોદરામાં નકલી રોયલ્ટી પાસનો થયો પર્દાપાશ, સરકારી તિજોરીને 3 લાખ ઉપરાંતનું નુકશાન

આ પણ વાંચો:સીએમ ભુપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ હેકાથોનને પ્રારંભ કરાવ્યો