અમદાવાદ/ ધારસભ્યએ લગાવ્યા અલ્લાહુ અકબરના નારા, ભાજપ MLAનું નિવેદન બન્યું ચર્ચાનો વિષય

ધરાસભ્ય દિનેશ કુશવાહે નારે તકબીર અલ્લાહુ અકબરના નારા લગાવ્યા હોવાનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે. દિનેશ કુશવાહનો વીડિયો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: એક તરફ ભાજપના ધારાસભ્યએ હિન્દુત્વના સહારે લોકસભાની ચૂંટણી જીતવાની તૈયારી કરી લીધી છે, તો બીજી તરફ ભાજપના ધારાસભ્યો લઘુમતી મતદારોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેનું કારણ એ છે કે ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહાએ તકબીર-અલ્લાહુ અકબર જેવા નારા લગાવ્યા હતા. ધરાસભ્ય દિનેશ કુશવાહે નારે તકબીર અલ્લાહુ અકબરના નારા લગાવ્યા હોવાનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે. દિનેશ કુશવાહનો વીડિયો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.

બાપુનગરમાં આયોજીત મુસ્લિમોના એક ધાર્મિક સંમેલનમાં ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહે મંચ પર જ મૌલાનાના પગે આર્શિવાદ લીધા હતાં. આ ઉપરાંત કુશવાહે અસ્સલામો અલયકુમ કહીને સંબોધન કર્યુ કે, અહી ઘણાં લોકો ઉત્તરપ્રદેશના હશે. જયાં એક ઘર હિન્દુનુંને બીજુ ઘર મુસલમાનનું છે. આ સંસ્કૃતિ વચ્ચે લોકો રહી રહ્યા છે. જોકે, કમનસીબે, આજે કેટલાંક લોકોએ ભારતને બે ભાગમાં વહેચી દીધો છે. તેમણે એ વાતનો ય ઉલ્લેખ કર્યો કે, સમગ્ર વિશ્વમાં ભારતના મુસ્લિમો સૌથી વધુ સુખી છે.

 કુશવાહે એમ પણ કહ્યુંકે, હું મતોનુ રાજકારણ કરતો નથી. નહીતર હું આ સંમેલનમાં આવ્યો ન હોત. મે મારી સંસ્કૃતિ અનુસાર મૌલાનાના પગે પડીને આર્શિવાદ પણ લીધા છે. હું મહોરમમાં પણ જાઉ છું ત્યારે કહું છું, નારે તકબીર-અલ્લાહુ અકબર. આમ કહી તેમણે નારો લગાવ્યો  હતો. ક્રિકેટની વાત કહી તેમણે કહ્યુંકે, વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ હતો? મહંમદ શમી. આ જ ભારત દેશની ઓળખ છે.

કુશવાહે સ્થાનિક કમિટીની કબ્રસ્તાન સ્વચ્છતાની મુહિમને બિરદાવી એમ પણ કહ્યુંકે, આ મુહિમે જ મને ધારાસભ્ય બનાવ્યો છે. ઉપરવાલે કી મરજી કે બિના કુછ હોતા નહી. આમ, ભાજપના ધારાસભ્યએ મુસ્લિમ મતદારોને રાજી કરવા મથામણ કરી હતી. દિનેશ કુશવાહે કહ્યું કે, હું મતોની રાજનીતિ કરતો જ નથી વાસ્તવમાં મુસ્લિમોની મુહિમે મને ધારાસભ્ય બનાવ્યો છે.

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના વિવાદીત નિવેદનો તેમજ વિવિધ ધાર્મિકતાની અરસ પરસતા દર્શાવતા વીડિયો સામે આવી રહ્યા છે. અત્રે જણાવીએ કે, ગઈકાલે સાસંદ મનસુખ વસાવાએ અધિકારીઓ પર આક્ષેપો કર્યા હતા. વસાવાનો આરોપ હતા કે નર્મદા જિલ્લામાં અધિકારી રાજ ચાલી રહ્યું છે. અધિકારીઓ મનમાની કરી કામ કરી રહ્યાં છે. એટલું જ નહીં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓએ ગ્રાન્ટના પૈસામાં કટકી કરવા જન પ્રતિનિધિઓને ન બોલાવ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: