પંચમહાલ જિલ્લામાં નકલી વિજિલિન્સની ટીમના અધિકારીઓ બનીને રૌફ જમાવતા અને તોડ કરતા 4 શખ્સોની પોલીસે ઝડપી પાડ્યાં છે. મોરવા હડફ અને ગોધરા વિસ્તારમાં પોલીસે ટોળકીના ચાર આરોપીઓ પાસેથી કાર, મોબાઇલ ફોન અને ૫૦ હજાર રોકડા કબજે કર્યા છે. ઝડપાયેલા શખ્સો મોરવા હડફ અને ગોધરા વિસ્તારમાં જઈ દારૃના ખોટા કેસના ફસાવી દેવાની ધમકી આપી નાણાં પડાવતાં હોવાનું સામે આવ્યુ છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદ ટેક્સી પાર્સિંગની G.J.01.એફ.ટી.2059 નંબરની કારમાં સવાર ચાર ઈસમો પોતાને વિજિલન્સ ટીમની ઓળખ આપીને દારૂનો ધંધો કરતા અગરતો નિર્દોષ વ્યક્તિઓને દારૂના ખોટા કેસમાં ફસાવી દેવાનો દમ મારીને તોડપાણી કરવા માટે નીકળેલા આ સિન્ડિકેટ ગેંગના ચાર ચહેરાઓ એક બુટલેગરને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકીઓ આપીને તોડપાણી કરવાની ફિરાકમાં હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઇ ભાવિન રાઠોડ દ્વારા ગોઠવવામાં આવેલ આ વ્યુહાત્મક છટકામાં નકલી વિજિલન્સ ટીમના આ ચાર આરોપી ચેહરાઓ અસલી પોલીસ ટીમના સંકજામા આવી ગયા હતા. આ તમામ પાસેથી પોલીસ તંત્રએ 6 મોબાઈલ ફોનો સાથે 50 હજાર રૂપિયા રોકડા જપ્ત કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ સમયગાળા દરમ્યાન મહિલાનો જેઠ આવી જતા તેણે નાણાં લેનાર અને પોતાને વિજિલન્સનો સ્ટાફ ગણાવનાર ચારેય આરોપીઓ પાસે ઓળખકાર્ડની માંગણી કરતા ચારેય એકદમ રોષે ભરાયા હતા. તું અમારું ઓળખકાર્ડ માંગનાર કોણ ? તેમ કહી બોલાચાલી શરૃ કરી હતી. ચારેય વ્યક્તિઓ શંકાસ્પદ હોવાનું જણાતા સાલીયા પોલીસનો સંપર્ક કરતા પોલીસ આવી પહોંચી હતી. ચારેયને મોરવા હડફ પોલીસ મથકે લઇ જઇ પૂછપરછ કરતા તેઓ નકલી હોવાનો ભાંડો ફૂટયો હતો.ચારેય આરોપીઓ સામે મોરવા હડફ પોલીસ મથકે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ કેટલા સમયથી આ રીતે તોડ કરતા હતા ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસે અરવિંદાબેનની ફરિયાદના આધારે ગૌરાંગ શાંતિલાલ વાજા (રહે. આશાપુરા સોસાયટી, ઘોડાસર પોલીસ ચોકી પાસે, મણીનગર, અમદાવાદ), અક્ષય પ્રવીણભાઈ પટેલ (રહે. સુર્યકિરણ કોમ્પ્લેક્ષ, બચુરામ આશ્રમની બાજુમાં ઘોડાસર, અમદાવાદ), જીતુભાઇ રમણભાઇ ઓડ (રહે. આતરસુંબા, ઓડવાસ, તા. કપડવંજ) અને મનુભાઈ રયજીભાઇ રાવળ (રહે. ધોળાકુવા, ઠાકોરવાસ, ગાંધીનગર) સામે ગુનો નોંધી ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.
આ પણ વાંચો:ચીખલીના સાદકપોર ગામમાં રામજી ભૂતબાપાની મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં રોષ
આ પણ વાંચો:પતંગરસિયાઓ…આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી…
આ પણ વાંચો:અમરેલીમાં કૂવામાંથી ત્રણ મૃતદેહ મળતા શોકનું મોજુ ફરી વળ્યું
