વડોદરાના હરણીના મોટનાથ તળાવમાં આજે હોડી પલટી જતા મોટી દુર્ઘના સર્જાઇ હતી, આ દુર્ઘટનામાં 12 વિધાર્થીઓ અને બે શિક્ષિકા સહિત કુલ 14 લોકોના મોત નિપજયા છે.હાલ બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ દુર્ઘટનાને લઇને સરકાર એકશનમાં આવી ગઇ છે અને ઉચ્ચસ્તરીય તપાસના સત્વરે હુકમ આપવામાં આવ્યા છે.વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. વિગતવાર તપાસ અહેવાલ 10 દિવસમાં રાજ્ય સરકારને સુપરત કરવાનો રહેશે. હરણી દુર્ઘટના મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 2 શખ્સોની અટકાયત કરી છે.વડોદરા દુર્ઘટના કેસમાં હરણી પોલીસ સ્ટેશનમાં 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે

ઉલ્લેખનીય વડોદરાની ન્યૂ સન રાઈઝ સ્કૂલના 82 વિદ્યાર્થીઓ મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાંથી 23 વિદ્યાર્થી અને ચાર શિક્ષક નૌકાસવારી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક હોડીએ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા હતા. ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર ટીમ દોડી આવી હતી. હાલ બાળકોને બચાવવાનું અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા

આ પણ વાંચો:‘ધ સ્ટાર્ટઅપ ગાઈડ’ના કવર પેજનું કરાયું અનાવરણ
આ પણ વાંચો:વિદ્યાનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને કર્યો આપઘાતનો પ્રયાસ
