Heart Attack/ રાજકોટમાં યુવકને હાર્ટ એટેક આવતા થયું મોત, લગ્ન પ્રસંગ શોકમાં ફેરવાયો

રાજ્યમાં દિનપ્રતિદિન હ્રદયરોગના હુમલા થઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં 5 લોકોના મોત થતાં શહેરમાં ચકચાર મચી જવા પામી છે. લગ્નના બે દિવસ પહેલા જ યુવકનું હ્રદય બંધ થતાં મોત થયું છે. રાજકોટ શહેરના પોપટપરા વિસ્તારમાં રહેતા….

Top Stories Gujarat

Rajkot News:  રાજ્યમાં દિનપ્રતિદિન હ્રદયરોગના હુમલા થઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં 5 લોકોના મોત થતાં શહેરમાં ચકચાર મચી જવા પામી છે. લગ્નના બે દિવસ પહેલા જ યુવકનું હ્રદય બંધ થતાં મોત થયું છે. રાજકોટ શહેરના પોપટપરા વિસ્તારમાં રહેતા અજય સોલંકી નામના યુવકનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરમાં લગ્નના બે દિવસ પહેલા જ યુવાનનું મોત થયું છે. પોપટપરા ખાતે રહેતા અને કારખાનામાં કામ કરતો યુવક પોતાના ઘરે ઢળી પડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પરિવારે તાત્કાલિક યુવકને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, તબીબો યુવકને બચાવી ના શક્યા. શનિવારે આ યુવકના લગ્ન યોજાવાના હતા.

વધુમાં, રાજકોટમાં જ 5 વ્યક્તિઓના મોત થયા છે. જુદી જુદી ઉંમર ધરાવતા 5 લોકોના મોત થતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે. આસ્થા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય સૂર્યદીપસિંહ જાડેજાનું મોત નિપજ્યું છે. તો મયણીનગરમાં રહેતા 46 વર્ષીય મહેન્દ્ર ચૌહાણનું મોત હાર્ એટેકથી થયું છે. બાબરીયા લોકોનીમાં રહા 51 વર્ષના હંસાબા જાડેજાને હ્રદયરોગનો હુનલો આવ્યો હતો. બદામાં હોસ્પિટલમાં લઈ જતાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમજ રાજકોટ જેલમાં અંજારના 55 વર્ષીય કેદી હરી લોચાણીને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું.

થોડાક દિવસો અગાઉ જ કડી તાલુકાના કુંડાળ ગામના અને કરણનગર રોડ ઉપર રહેતા યુવકને એકાએક હૃદયરોગનો હુમલો આવતાં તેનું મોત થયું હતું. જ્યાં કડીમાં ફરી એક 18 વર્ષીય વિદ્યાર્થીને હૃદયરોગનો હુમલો આવતાં કરુણ મોત થતાં પરિવારમાં શોક પ્રસરી ગયો હતો.

દર 7 મિનિટે એક ગુજરાતીને હાર્ટ એટેક આવે છે

ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. સૌથી આંચકાજનક માહિતી એ છે કે રાજ્યમાં દર 7 મિનિટે એક વ્યક્તિને હાર્ટ એટેક આવે છે. હા, આ મોટો ખુલાસો ઈમરજન્સી નંબર 108 પરથી થયો છે. આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હૃદય રોગથી પીડાય છે. એટલે કે હાર્ટ એટેક કોરોના કરતા પણ વધુ ખતરનાક કહી શકાય. ગુજરાતીઓએ કોરોનાથી નહીં પણ હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂર છે. હાર્ટ એટેક માટે જીવનશૈલી, ફાસ્ટ ફૂડ, માનસિક તણાવ જવાબદાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Ahemdabad crime branch/અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, વોન્ટેડ આરોપીની કરાઈ ધરપકડ

આ પણ વાંચો:Rajkot/જેતપુરમાં આ પરિવારના જીવનમાં ખુશીઓ આવી… પણ પછી શું થયું…

આ પણ વાંચો:ATM loot/ગાંધીધામમાં 2.13 કરોડ લોડેડ કેશવાન લૂંટનાર કેશ મેનેજમેન્ટ કંપનીના કર્મચારીઓ જ નિકળ્યા..!