Smart Education/ શિક્ષણના મોરચે આગેવાન બનવાનું ગુજરાતનું ધ્યેયઃ બજેટમાં 11,463 કરોડનો જંગી વધારો

શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી થઇ રહી છે જેની નોંધ સમગ્ર દેશમાં અને વૈશ્વિક સ્તરે પણ લેવામાં આવી રહી છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને સુદ્રઢ બનાવવાના હેતુથી ઉચ્ચ કક્ષાની માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.

Top Stories Gujarat

ગાંધીનગરઃ શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી થઇ રહી છે જેની નોંધ સમગ્ર દેશમાં અને વૈશ્વિક સ્તરે પણ લેવામાં આવી રહી છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને સુદ્રઢ બનાવવાના હેતુથી ઉચ્ચ કક્ષાની માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.
સરકારી પ્રાથમિક શાળાઓમાં 15 હજાર નવા ઓરડાઓનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવેલ છે જ્યારે 15 હજારથી વધુ ઓરડાઓનું કામ પ્રગતિ હેઠળ છે. 65 હજારથી વધુ સ્માર્ટ કલાસરૂમ બનાવવામાં આવેલ છે જયારે બીજા 45 હજાર કલાસરૂમનું કામ પ્રગતિ હેઠળ છે. વધુમાં, 6 હજાર શાળાઓમાં એક લાખ જેટલા કમ્પ્યુટર્સ આપવામાં આવેલ છે જ્યારે બીજી 15 હજાર શાળાઓમાં બે લાખ કમ્પ્યુટર્સ આપવાની કામગીરી પ્રગતિમાં છે. 162 નવી સરકારી માધ્યમિક શાળા તથા 10 RMSA માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે.
પૂર્વ પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી શૈક્ષણિક માળખાને સુદ્રઢ કરી શિક્ષણની ગુણવત્તા સુધારણા માટેના સુનિયોજિત ધોરણે પગલા લેવામાં આવી રહ્યાં છે. શિક્ષણ વિભાગ માટે વર્ષ 2023-24ની બજેટ જોગવાઇમાં 11,463 કરોડના માતબર વધારા સાથે આગામી વર્ષે 55,114 કરોડ કરવામાં આવી છે.

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ

• સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દિકરીઓ માટે “નમો લક્ષ્મી યોજના” હેઠળ સહાય આપવા 1250 કરોડ રૂપિયાની જોગવાઇ.
• ધોરણ-૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા “નમો સરસ્વતી યોજના” હેઠળ સહાય માટે `250 કરોડની જોગવાઇ.
• મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અંદાજે 3,000 કરોડની જોગવાઇ.
• હાલ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને 130 કરોડના ખર્ચે સ્કૂલ ટ્રાન્સકપોર્ટ સુવિધા મળી રહી છે. આ યોજનાનો વ્યાપ વધારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના ધોરણ-૯ થી 12ના અંદાજિત એક લાખ વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સપોર્ટ સહાય આપવામાં આવશે. આ યોજના માટે 260 કરોડની જોગવાઇ.
• વિદ્યાર્થીઓને પૂરક પોષણ અને પૌષ્ટિક ભોજન આપવા પી.એમ.પોષણ યોજના અંતર્ગત  1,400 કરોડની જોગવાઇ.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ