Amreli News: ગત દિવસે એક સોશિયલ મીડિયામાં અમરેલી જીલ્લાનાં બગસરામાં પાલિકાના વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વીડિઓ વાઇરલ થયો હતો અને જાગૃત નાગરિક દ્વારા પાલિકાના સત્તાધીશો સામે ભાંગબટાઈના પણ આક્ષેપ કરાયા હતા. ત્યારે ફરી આ વીડિઓ વાઇરલ થતા ચીફ ઓફિસરની પ્રતિક્રિયા સામે આવી છે અને કામમાં ગેરરીતિ કર્યાનું કબુલ્યું છે.

અમરેલી જીલ્લાના બગસરા નગર પાલિકાની કામગીરી ઉપર અવારનવાર સવાલો ઉદભવી રહ્યાં છે. ત્યારે ગત દિવસે સ્થાનિક જમાલ સરવૈયા નામના વ્યક્તિએ મેઘાણી હાઈસ્કૂલની પાછળ ચાલી રહેલ પુર સંરક્ષણ દીવાલના કામમાં કાંકરી તેમજ રેતીમાં માલ ટેન્ડર મુજબનો ન હોવાની રજૂઆતો કરી હતી. અને કોઈ ફેરફાર ન થતાં એમને વીડિઓ બનાવી વાઇરલ કર્યો હતો અને આ એજ પુર સંરક્ષણની દીવાલ છે અને એમાં ટેન્ડર મુજબ કામ નહીં થતા એ ચાલી રહેલ કામમાં વિરોધ કરી કામને અટકાવ્યું હતું. કામ અને નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત તેમજ મૌખિક ફરિયાદ પણ આપી હતી. આ કામમાં ગેરરીતિ અને હલકી ગુણવતાનું થતું હોવાથી અટકાવાયું હતું.
આ કામ નબળું થતા અને કાંકરી તેમજ રેતી ટેન્ડર મુજબ નહીં વાપરતા આ કામમાં તંત્રની મિલીભગતથી સુપરવાઈઝર વગર કામમાં બેદરકારીથી ચાલતી હોવાનું ચીફ ઓફિસરે પણ કબુલ્યું છે. કામ નબળી ગુણવત્તાનું થતું હોવાથી કોન્ટ્રાક્ટરને કડકમાં કડક સૂચના અપાઈ છે કે કાયદેસર એસ્ટીમેન્ટ મુજબ દરેક કામ કરો.
કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવવાથી નગરપાલિકાના સત્તાધીશો સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.
