cattle died/ બનાસકાંઠાના અમીરગઢમાં એક સાથે 11થી વધુ પશુઓના મોત

બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ તાલુકામાં એકી સાથે 12 જેટલા પશુઓના મોત થવાથી પશુપાલકો પર આભ ફાટ્યું છે. અમીરગઢમાં શંકાસ્પદ ઘાસચારો ખાવાથી 11 ગાયો અને 1 બળદનું મોત થયું હોવાનું જણાઈ રહ્યું છે. જેથી સીમમાં આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું……..

Top Stories Gujarat

@રમેશ પટેલ

Banaskantha News:અમીરગઢ તાલુકાના જેથી ગામે એકસાથે 12 જેટલા પશુઓના ટપો ટપ મોત થતાં પશુપાલકની હાલત કફોડી બની છે. જોકે, સમગ્ર મામલે પશુપાલન વિભાગને જાણ કરતા પશુપાલન વિભાગ દ્વારા મોતનું કારણ જાણવાની તપાસ હાથ ધરી છે.

અમીરગઢ તાલુકાના જેથી ગામે એક પશુપાલકના 12 જેટલા પશુઓના અચાનક જ મોત થયા હતા. પશુઓ ટપોટપ મોતને ભેટતા પશુપાલક ઉપર આભ ફાટ્યું છે. પશુપાલન તંત્રને આ સમગ્ર મામલે જાણ કરવામાં આવતા પશુપાલન વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી પહોંચી પશુઓના મોતનું કારણ જાણવા માટેની તજવીજ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના જેથી ગામના પશુપાલકને 12 જેટલા પશુઓના મોત થયા હતા. જેમાં 11 ગાયો અને એક બળદનું મોત થયું હતું પશુપાલકના 12 જેટલા પશુઓ એકી સાથે ટપો ટપ મરતા પશુપાલકના માથે આભ ફાટી પડ્યું હતું. પશુપાલકોએ તંત્રને જાણ કરતા પશુપાલન વિભાગ તત્કાલે જેથી જ મુકામે પહોંચી પશુઓના મોતનું કારણ જાણવાની તજવીજ હાથ ધરી છે. જોકે હાલમાં તો અનુમાન છે કે પશુઓના મોત ઘાસચારો ખાવાથી થયા છે. પરંતુ સાચી હકીકત પીએમ કર્યા બાદ જાણવા મળશે. જેથી ગામના પશુપાલક  લાખોની કિંમતના પશુઓના મોત થતા પશુપાલક મુશ્કેલી મુકાયા છે અને સરકાર પાસે સહાયની પશુપાલક માગ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું PASAમાં પકડાયેલા મૌલાના અઝહરીનો જેલવાસ લાંબો ચાલશે…

આ પણ વાંચો:અશ્વિને ઈંગ્લેન્ડ સામેની મેચમાં આ રેકોર્ડ બનાવ્યો, જાણો ક્રિકેટ જગતની 10 મોટી ઘટનાઓ

આ પણ વાંચો:આંકલાવની કોસિન્દ્રા સ્કૂલમાં શિક્ષણ જગતને કલંક લગાડતી ઘટના

આ પણ વાંચો:વેરાવળ બંદર પરથી 350 કરોડનું હેરોઈન પકડાયું, 9 ખલાસીની ધરપકડ