google play store/ સરકારના કડક વલણ બાદ Gogleએ પોતાનો નિર્ણય પાછો લીધો, જાણો શું હતો સમગ્ર મામલો

અમેરિકા સ્થિત ગૂગલે 10 ભારતીય એપને ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવી દેવાનો નિર્ણય લીધો હતો. આ એપ્સમાં શાદી ડોટ કોમ, નોકરી ડોટ કોમ, 99 એકર્સ જેવી એપ્લિકેશન્સનો સમાવેશ થતો હતો. આ પહેલા ગૂગલે કંપનીઓને ચેતવણી આપી હતી.

India Breaking News

New Delhi News: Google કંપનીએ પ્લે સ્ટોરમાંથી ભારતીય એપને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. તેના ચોંકાવનારા નિર્ણયથી સ્ટાર્ટઅપ કંપનીના સીઈઓ અને ફાઉન્ડરે આનો વિરોધ કર્યો હતો. જે અંગે સરકારે વાંધો ઉઠાવ્યો હતો. શાદી ડોટ કોમ સહિત અનેક એપને પાછી લેવાનો ગૂગલે નિર્ણય કર્યો છે.

ગઈકાલે અમેરિકા સ્થિત ગૂગલે 10 ભારતીય એપને ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવી દેવાનો નિર્ણય લીધો હતો. આ એપ્સમાં શાદી ડોટ કોમ, નોકરી ડોટ કોમ, 99 એકર્સ જેવી એપ્લિકેશન્સનો સમાવેશ થતો હતો. આ પહેલા ગૂગલે કંપનીઓને ચેતવણી આપી હતી.

કેન્દ્રીય માહિતીસંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે ગૂગલના નિર્ણય પર કડક વલણ અપનાવ્યું હતું. તેમણે એપને દૂર ન કરવા મંજૂરી નહીં મળે તેવું જણાવ્યું હતું. ઉપરાંત કંપનીના અને એપ્સના માલિકો સાથે મીટિંગ રાખવાનું આયોજન કર્યું હતું. પરંતુ એ પહેલા જ ગૂગલે એપ્સને દૂર નહીં કરવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ભારતીય અર્થવ્યવસ્થા માટેની ચાવી છે. સૂત્રો મુજબ આ મામલો સર્વિસ ફી નહીં આપવાને કારણે ઊભો થયો હતો.  પછી આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.

ગૂગલના નિર્ણયથી તેની ટીકા થઈ રહી છે. કુકુ એફ એમના સીઈઓ લાલચંદ વિશુઓ એક્સ પર પોસ્ટ મૂકી નિર્ણય ખોટો છે તેવું કહ્યું છે. KUKU FM, Bharat Matrimony, Shaadi.com, 99 Acres, Naukri.com, Truly Madly, Quack Quack, Stage, ALTT (Balaji) વગેરે એપ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાજપ બોલિવૂડના કલાકારોને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે, જાણો કોણ છે ફિલ્મી સિતારા…

આ પણ વાંચો: Cadila MD Case/ કેડીલા CMD રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસમાં યુવતી સમરી રીપોર્ટ સામે ઉઠાવી શકે છે વાંધો, કોર્ટ પાસે સમરી રીપોર્ટની માંગી કોપી

આ પણ વાંચો: Gujarat unseasonalrain/ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો, પાક બચાવવા કૃષિ વિભાગનું સૂચન