Jharkhand Gangrape Case/ સ્પેનિશ મહિલા બાદ ઝારખંડમાં યુવતી પર ગેંગરેપ, નશીલુ પીણું પીવડાવી કારમાં દુષ્કર્મ આચર્યું

આ ઘટના શનિવારે રાત્રે રાજ્યની રાજધાની રાંચીથી અંદાજે 200 કિમી. દૂર વિશ્રામપુર પોલીસ સ્ટેશન હદમાં એક રોડ પર બની હતી. તેમણે કહ્યું હતું કે મહિલાને બેહોશીની હાલતમાં છોડીને આરોપી ભાગી ગયા હતા. એસડીપીઓએ જણાવ્યું હતું કે મહિલા ડાન્સર છત્તીસગઢથી પલામુ..

Top Stories India Breaking News

@નિકુંજ પટેલ

Jharkhand News: ઝારખંડના દુમકામાં છત્તીસગઢની એક યુવતી સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. આ ઘટના દુમકા જીલ્લામાં એક વિદેશી મહિલા પર્યટક સાથે ગેંગરેપના આગળના દિવસે જ બની છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે આ ઘટનામાં યુવતી ડાન્સર છે અને પલામુના રહેવાસી ત્રણ સહ કલાકારોએ તેને નશીલુ પીણું પીવડાવીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.

છત્તીસગઢની 21 વર્ષીય સ્ટેજ કલાકાર (ડાન્સર) પર તેના જ સહ કલાકારોએ કારમાં ગેંગરેપ ગુજાર્યો હતો. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ આ ઘટના દુમકા જીલ્લામાં એક સ્પેનીશ પર્યટક સાથે ગેંગરેપના આગલા દિવસે જ બની હતી. એક પોલીસ અધિકારીનું કહેવું છે કે આ ઘટનામાં ડાન્સર યુવતી સાથે પલામુમાં રહેતા ત્રણ સહ કલાકારોએ તેને નશીલુ પીણું પીવડાવીને કારમાં તેની પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો.

બનાવને પગલે એસડીપીઓ રાકેશ સિંહે જણાવ્યું હતું કે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પિડીતાને પલામુની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

આ ઘટના શનિવારે રાત્રે રાજ્યની રાજધાની રાંચીથી અંદાજે 200 કિમી. દૂર વિશ્રામપુર પોલીસ સ્ટેશન હદમાં એક રોડ પર બની હતી. તેમણે કહ્યું હતું કે મહિલાને બેહોશીની હાલતમાં છોડીને આરોપી ભાગી ગયા હતા. એસડીપીઓએ જણાવ્યું હતું કે મહિલા ડાન્સર છત્તીસગઢથી પલામુ જીલ્લાના વિશ્રામપુરમાં એક કાર્યક્રમ માટે આવી હતી. તેમણે કહ્યું કે કોઈ કારણસર આ કાર્યક્રમ રદ્દ થયો હતો. આથી તે પોતાના સહ કલાકારો સાથે હુસૈનાબાદમાં અન્ય એક સમારોહ માટે નીકળી ગઈ હતી.

સિંહે વધુમાં કહ્યું કે હુસૈનાબાદમાં રસ્તામાં આરોપીઓએ તેને કોઈ નશીલું પીણું પીવડાવી દીધું હતું. ત્યારબાદ એક પછી એક આરોપીઓએ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બેભાન હાલતમાં પિડીતાને રોડના કિનારા પર છોડીને આરોપીઓ ભાગી ગયા હતા.

અધિકારીના જણાવ્યા મુજબ પોલીસને રવિવારે ઘટનાની જાણ થઈ હતી. બાદમાં આરોપીઓને ઝડપી લેવાયા હતા. જ્યારે ત્રીજા આરોપીની શોધ ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગૃહમાં વોટના બદલે નોટ લેનારા સાંસદો, ધારાસભ્યોને કાયદાકીય સંરક્ષણ નહીં

આ પણ વાંચોઃ પર્યાવરણ પ્રેમીઓ માટે AMCની નવી પહેલ, શહેરમાં બોન્સાઈ ટોપીયોરી શોનું આયોજન

આ પણ વાંચોઃ