Rape Case/ હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી પરિણીત વિધર્મી યુવકનો બળાત્કાર

યુવતીને નામે લોન લઈને છેતરપિંડી કરી જાતિવાચક શબ્દો ઉચ્ચાર્યા

Gujarat

Gujarat News : છોકરીઓ માટે ચેતવણી સમાન આ કિસ્સામાં શહેરના એક વિધર્મી યુવકે ધર્મ પરિવર્તન કરાવી હિન્દુ યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.. પરિણીત હોવા છત્તા યુવકે યુવતીને ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરીને અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો. તે સિવાય યુવતીના નામે લોન પેટે રૂપિયા લઈને છેતરપિંડી કરી હતી. આ અંગે મહિલા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

તૌશીફ ઉર્ફે વસીમ ભીસ્તી નામના 35 વર્ષીય આ શખ્સે પહેલેથી લગ્ન કરેલા હોવા છતા એક હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને તેને પોતે હિન્દુ હોવાની ઓળખ આપી હતી. બાદમાં તેની સાથે લગ્ન કરી લીધા હતા. જોકે યુવતીને બાદમાં ખબર પડી હતી કે આ શખ્સ હિન્દુ નથી પણ વિધર્મી છે. જેને પગલે લવ જેહાદ જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

જેને પગલે યુવતીએ રિવરફ્ન્ટ પાસે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. તેણે મોબાઈલ પર વિડીયો પણ બનાવ્યો હતો. દરમિયાન મહિલા પોલીસે તેની ફરિયાદ નોંધતા બનાવની સઘળી હકીકત સામે આવી છે.

આ કેસની વિગત મુજબ છેલ્લા દોઢ વર્ષથી યુવતી સાથે તૌસીફ સંપર્કમાં આવ્યો હતો. યુવતી અગાઉ હોમગાર્ડમાં ફરજ બજાવતી હતી ત્યારે બસમાં મુસાફરી કરતી હતી. તે સમયે તૌસીફ તેના સંપર્કમાં આવ્યો હતો. દરમિયાન તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. દોઢ વર્ષના પ્રેમસંબંધ દરમિયાન યુવતીને ચાર મહિનાનો ગર્ભ હોવાનું પણ મેડિકલ તપાસમાં વખતે પોલીસને જાણવા મળ્યું હતું.

યુવતીએ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ચાર યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તૌસીફ ઉર્ફે વસીમની ધરપકડ કરી હતી. આરોપીએ ફરિયાદી યુવતીના નામે અલગ અલગ ઠેકાણેથી લોન પેટે રૂ.90,000 લઈને છેતરપિંડી પણ કરી હતી.

બીજીતરફ આરોપીના પરિવારજનોને પ્રેમસંબંધ અંગે જાણ થતા યુવતીને પણ જાતિ વિષયક શબ્દો બોલીને અપમાનિત કરાઈ હતી.

આ અંગે પોલીસે ધર્મ સ્વતંત્રતા અધિનિયમ એટ્રોસિટી એક્ટ અને છેતરપિંડીની ફરિયાદ નોંધીને તૌસીફની ધરપકડ કરી છે. જ્યારે તૌસીફની માતા અને બે મિત્રોની પત્નીઓની પણ ટૂકસમયમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાથી અમદાવાદની ઓફિસમાં પહોંચી ગયો મૃતદેહ,કોનો હતો મૃતદેહ અને કેવી રીતે પહોચી ગયો ઓફિસમાં મૃતદેહ જાણો વિગતો

આ પણ વાંચો:સુરતના નાનપુરામાં 400 રૂ. માટે મિત્ર એ જ નિર્દયીપણે મિત્રની કરી હત્યા, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

આ પણ વાંચો: બોટાદમાં ટ્રેન નીચે પડતું પિતા-પુત્રએ કર્યો આપઘાત