Mercury Retrograde/ બુધના વક્રી થવાથી આ બે રાજયોગનું નિર્માણ થશે, કઈ રાશિઓને ફાયદો થશે

મીન રાશિમાં શુક્ર અને બુધની યુતિથી લક્ષ્મી નારાયણ રાજયોગ અને સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે. જેનો પ્રભાવ બધી રાશિઓ પર………

Dharma & Bhakti Rashifal

Astrology: વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહ 2 એપ્રિલથી વક્રી ગતિથી મેષ રાશિમાં ગોચર કરશે. 9 એપ્રિલથી બુધ વક્રી ગતિથી મીન રાશિમાં ગોચર કરશે. બુધના મીન રાશિમાં પ્રવેશથી શુક્ર અને સૂર્ય સાથે પણ યુતિ થશે.

મીન રાશિમાં શુક્ર અને બુધની યુતિથી લક્ષ્મી નારાયણ રાજયોગ અને સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે. જેનો પ્રભાવ બધી રાશિઓ પર જોવા મળશે. પણ 3 રાશિઓ એવી છે જેમનું બુધના ભ્રમણથી નસીબ બદલાઈ શકે છે.

વૃષભ રાશિ– આ રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ અને બુધાદિત્ય રાજયોગ લાભકારી થઈ શકે છે. આ રાજયોગ તમારા લાભમાં બનશે. રોકાણ કરવાથી લાભ થાય. આવકના નવા સ્ત્રોતો ઊભા થાય. સંતાન પક્ષથી નવા સમાચાર મળે. શેરબજારમાં ફાયદો થાય.

સિંહ રાશિ– આ રાશિના જાતકો માટે રાજયોગ અનુકૂળ રહે. તમારા આઠમા ભાવમાં રાજયોગ બનશે. ઈચ્છાઓ પૂરી થઈ શકે. નવું વાહન, જમીન ખરીદી શકો. વેપારીઓને લાભ થાય. પરિવારનો સહયોગ મળે. વિચારેલી યોજનાઓ પૂર્ણ થાય.

મીન રાશિ– આ રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ અને બુધાદિત્ય રાજયોગ બનવાથી ફાયદો થશે. તમારા કર્મસ્થાન પર રાજયોગ બનશે. કારોબારમાં નવી તકો મળે. કારકિર્દીમાં સફળતા મળે. સારી નોકરીની તકો પ્રાપ્ત થાય. ધનલાભ થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા લોકો સરકારની મહત્વની સૂચના

આ પણ વાંચો:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 5 મહાન વિભૂતિઓને ભારતરત્નથી કરશે સન્માનિત

આ પણ વાંચો:રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકોને થશે રાહત, બેવડી ઋતુની આગાહી