pimples/ અપનાવો આ 5 ઘરેલું ઉપાય, ચેહરાના પિમ્પલ્સ ઞડપથી જ ગાયબ થઈ જશે.

પિમ્પલ્સ છુટકારો મેળવવા માટે શ્રેષ્ઠ માર્ગ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરો

Lifestyle Health & Fitness

ચેહરા પર પિમ્પલ્સ જેવી સમસ્યા ગરમીમાં સિઞનમાં વધારે જોવા મળે છે. ગરમીમાં ધૂળ અને પ્રદૂષણ સિવાય જો પેટની સમસ્યા પણ થવા લાગે, તો ચેહરા પર પિમ્પલ્સની સમસ્યા થવા લાગે છે.

ચહેરા પર જ્યારે પિમ્પલ્સ હોય , ત્યારે સુંદર ચેહરા પર દાગ દેખાવા લાગે  છે. ઘણી સ્ત્રીઓ તેમજ પુરૂષો ખીલથી પરેશાન થતા હોય છે. ફંક્શનમાં જતી વખતે દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે, પરંતુ પિમ્પલ્સના કરાણે આખી સુંદરતા બગડી જાય છે. જોકે બજારમાં પિમ્પલ્સ માટે ઘણી બધી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ હોય છે, પરંતુ માર્કેટમાં ઉપલબ્ધ બ્યુટી પ્રોડક્ટ્સમાં ઘણા બધા કેમિકલ હોય છે. સ્વાભાવિક છે કે આ બધી બાબતો ચહેરાને સુધારવાને બદલે બગાડી દે છે. જો કે, પિમ્પલ્સથી છુટકારો મેળવવા માટે શ્રેષ્ઠ માર્ગ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરવાથી થશે . ચાલો જાણીએ કેટલાક ઘરેલું ઉપાયો વિશે..

અનેક ઉપચારથી પિમ્પલ્સની સારવાર થઈ શકે છે. પિમ્પલ્સને રોકવા અને ઘટાડવા માટે આ કેટલાક ઘરેલું ઉપચાર છે.

 

લીંબુ સરબત

લીંબુનો રસ એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. લીંબુનો રસ કાઢીને પિમ્પલ પર લગાવીને તેને 15-20 મિનિટ પછી ધોઈ લો.

હળદર અને દૂધ

હળદરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે બેક્ટેરિયા મારવામાં મદદ કરે છે. દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને પિમ્પલ પર લગાવો. 15-20 મિનિટ પછી ધોઈ લો.

ગુલાબજળ

ગુલાબજળમાં એન્ટિસેપ્ટિક ગુણ સામેલ હોય છે જે ત્વચાને નરમ બનાવે છે અને પિમ્પલ્સ ઘટાડવામાં મદદ કરે છે. પિમ્પલ્સ પર ગુલાબજળ લગાવો અને આખી રાત રહેવા દો.

લીમડાના પાન

લીમડાના પાનમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. લીમડાના પાનને પીસીને પેસ્ટ બનાવો અને તેને પિમ્પલ્સ પર લગાવો. આવું સતત ઉપયોગ કરવાથી તમારા ખીલ ઞડપથી મટવા લાગશે.

એલોવેરા જેલ

એલોવેરામાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટીઑકિસડન્ટ ગુણ જોવા મળે છે, જે ત્વચાને નરમ બનાવામાં મદદ કરે છે અને પિમ્પલ્સને મટાડે છે. પિમ્પલ્સ પર કુદરતી રીતે એલોવેરા જેલ લગાવો અને 20-30 મિનિટ બાદ ધોઈ લો.

કાકડી અને ટામેટા

કાકડી અને ટામેટામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે પિમ્પલ્સને ઘટાડવામાં મદદ કરે છે. કાકડી અને ટામેટાંનો રસ મિક્સ કરીને પિમ્પલ્સ પર લગાવો. આ ઘરેલું ઉપાયોનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ તેમજ તમારા ખોરાક અને ત્વચાની સંભાળ પર ધ્યાન રાખવું જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

 


આ પણ વાંચો : દંપતીમાં છૂટાછેડા થવાનું આ કારણ જાણી તમે પણ ચોંકી જશો

આ પણ વાંચો : સંશોધન મુજબ, મજબૂત સંબંધો માટે સેક્સ જરૂરી, મગજને બદલી નાખે છે…

આ પણ વાંચો : શું તમને શારીરિક સંબંધમાં કંટાળો આવે છે, આ 4 ફળ શરીરના દરેક અંગને ઉર્જાથી ભરી દેશે, સ્ટેમિના પણ ઝડપી બનશે