Valsad Accident/ વલસાડના પારડી નેશનલ હાઇવે પર અકસ્માત, એકનું મોત અને એક ઇજાગ્રસ્ત

વલસાડ વલસાડના પારડી નેશનલ હાઇવે પર અકસ્માત થતાં એકનું મોત થયું હતું અને એક ગંભીર રીતે ઇજા પામ્યો છે. આ બનાવમાં ટ્રક ટ્રેલર સર્વિસ રોડ પર ધસી આવ્યો હતો. ટ્રેલરે પંચરના દુકાનદાર સહિત બેને કચડ્યા હતા. તેમા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું.

Top Stories Gujarat Surat

વલસાડઃ વલસાડ વલસાડના પારડી નેશનલ હાઇવે પર અકસ્માત થતાં એકનું મોત થયું હતું અને એક ગંભીર રીતે ઇજા પામ્યો છે. આ બનાવમાં ટ્રક ટ્રેલર સર્વિસ રોડ પર ધસી આવ્યો હતો. ટ્રેલરે પંચરના દુકાનદાર સહિત બેને કચડ્યા હતા. તેમા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે એક વ્યક્તિને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બેફામ ટ્રક ચલાવનારા ટ્રક ચાલકની ધરપકડ કરી છે.

અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તેની સાથે કેટલાયને તો અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી. ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેની સાથે મૃત્યુ પામેલાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે આ ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી

આ પણ વાંચો:ક્ષત્રિય સમાજના અલ્ટીમેટમ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી નોંધાવી ઉમેદવારી