Not Set/ સુરત : SOG પોલીસે કુખ્યાત મીંડી ગેંગના ત્રણ ઇસમોને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા

સુરત એસોજી પોલીસે અઠવા વિસ્તારની કુખ્યાત મીંડી ગેંગના ત્રણ ઇસમોને પિસ્તોલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ પાસેથી પોલીસે એક પિસ્તોલ એક કાર અને મોબાઈલ મળી 7.30 લાખથી વધુની મતાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat Surat

@દિવ્યેશ પરમાર

સુરતઃ સુરત એસોજી પોલીસે અઠવા વિસ્તારની કુખ્યાત મીંડી ગેંગના ત્રણ ઇસમોને પિસ્તોલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ પાસેથી પોલીસે એક પિસ્તોલ એક કાર અને મોબાઈલ મળી 7.30 લાખથી વધુની મતાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે એસ.ઓ.જી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શહેરમાં ગેરકાયદે હથિયારો રાખી લોકોમાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરતા આરોપીઓ વિરુદ્ધ અને ટપોરી ગેંગના સાગરીતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ સુરત પોલીસ કમિશનરે આપ્યા છે, જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.

આ દરમિયાન બાતમી મળી હતી કે અઠવા વિસ્તારની કુખ્યાત મીંડી ગેંગના આરોપીઓ કોર્ટમાંથી જામીન મેળવી બહાર આવ્યા છે અને પિસ્તોલ લઈને ફરી રહ્યા છે…જે બાતમીના આધારે આજે વહેલી સવારે લસકાણા પાટીયા પાસે વોચ ગોઠવી હતી…આ દરમિયાન પોલીસે ફિલ્મી ઢબે આરીફ મીંડીના પુત્ર મોહમ્મદ કેઝર ઉર્ફે મીંડી મોહમ્મદ આરીફ ઉર્ફે આરીફ મીંડી અને આદિલ હુસેન ઝાકીર હુસેન શેખ અને નદીમ હુસેન ઉર્ફે મંજરા જાકીર હુસેન શેખની ધરપકડ કરી છે.

પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે એક પિસ્તોલ જેની કિંમત 50,000 છે. આ ઉપરાંત એક મોબાઇલ અને એક કાર મળી 7.30 લાખથી વધુની મત્તા કબજે કરી છે. આરોપીઓ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

મોહમ્મદ કેઝર ઉર્ફે મીંડી વિરુદ્ધ 12 જેટલા ગુનાઓ નોંધાયેલા છે..જેમાં 10 જેટલા ગુના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન અને રાંદેર અને લાલગેટ પોલીસ મથકમાં એક – એક ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત આદિલ હુસેન વિરુદ્ધ અઠવાલાઇન્સ પોલીસ મથક અને નદીમ હુસૈન ઉર્ફે મંજરા વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે…હાલ આરોપીઓ પકડાઈ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સ્માર્ટ સિટી વડોદરામાં ભરઉનાળે નદીઓ વહી, અધિકારીઓ ઘોર નિંદ્રામાં

આ પણ વાંચો:પાલનપુરમાં મહેશ્વરી પેપરમિલમાં ગેસ ગૂંગળામણથી 3 મજૂરોના મોત

આ પણ વાંચો:અમદાવાદમાં ગરમી વધતા તાવ, ઇન્ફ્લુએન્ઝા, કોવિડ જેવા ચેપી રોગોના કેસોમાં વધારો

આ પણ વાંચો:AMTSની બસ છે કે ‘યમદૂત’, એક દાયકામાં 171ને પહોંચાડ્યા યમસદન