Breaking News/ અમરેલીમાં લોકસભા ચૂંટણી બાદ ભાજપમાં ભડકો, સાંસદ નારણ કાછડિયા ઠાલવ્યો રોષ

સાંસદ નારણ કાછડિયાએ નારાજગી ઠાલવતા કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ આપવામાં પ્રોત્સાહન આપવામાં આવતો હોવાનું જણાવી પોતાનો રોષ ઠાલવ્યો છે

Top Stories Gujarat Others Breaking News
  •  લોકસભાની ચૂંટણી બાદ અમરેલી ભાજપમાં ભડકો
  • સાંસદ નારણ કાછડિયાએ ઠાલવ્યો રોષ
  • નારણ કાછડિયાએ ભાજપના નેતાઓને લીધા આડે હાથે
  • કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સામે કાછડિયાની નારાજગી

Amreli News: 7 મેના ગુજરાત ભરની ૨૫ લોકસભા બેઠકો પર મતદાન સમાપ્ત જ થયું છે, ત્યારે હવે બીજી બાજુ અમરેલી ભાજપમાં ભડકો થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મળતી માહિતી મુજબ, લોકસભાની ચૂંટણી બાદ અમરેલી ભાજપમાં ભડકો થયો છે અને સાંસદ નારણ કાછડિયાએ નારાજગી ઠાલવતા કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ આપવામાં પ્રોત્સાહન આપવામાં આવતો હોવાનું જણાવી પોતાનો રોષ ઠાલવ્યો છે અને નારાજગી દર્શાવતા ભાજપના નેતાઓને આડે હાથે લીધા છે.જણાવી દઈએ કે, રાજ્યભરમાં લોકસભાના બેઠકો પર ઉમેદવારો જાહેર થયા ત્યારથી જ પ્રદેશ ભાજપમાં વિરોધનો સૂર ચાલી રહ્યો છે, ત્યારબાદ હવે મતદાન બાદ પણ ભાજપમાં ભૂકંપ યથાવત છે.

નારણ કાછડિયાએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ માટે હજી પણ હું તમારી માટે ગમે ત્યારે રાત્રે પણ ફોન કરજો હું તમારી માટે દોડતો આવીશ. હું તમારી સાથે કાયમી જોડાયેલો છું અને રહેવાનો છું. તમારે કોઇપણ પ્રકારનું કામ હશે તો રાત્રે બે વાગે પણ તમારું કામ થશે. મને કહેવામાં દુઃખ થાય છે પણ ના છૂટકે કહેવું પડે છે. કોઇપણ કાર્યકર્તાને ભાજપનો કાર્યકર્તા ઉભો કરતા-કરતા 10 વર્ષ લાગે છે. એ કાર્યકર્તાને તોડવામાં ખાલી 5 મિનિટ લાગે.

ઓછા મતદાન મુદ્દે નારણ કાછડિયાએ પ્રહારો કર્યા હતા. કાછડિયાએ દાવો કર્યો હતો કે ભાજપના કાર્યકર્તાઓ સાથે અન્યાય થઇ રહ્યો છે. નામ લીધા સિવાય સી.આર.પાટીલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે પોલીસના નામે ભાજપના કાર્યકર્તાઓને ધમકી આપવામાં આવી રહી છે. ભાજપની વેલકમ પાર્ટી પર પણ  કાછડિયાએ સવાલ ઉઠાવ્યા હતા. ભાજપના કાર્યકર્તાને સાઈડલાઈન કરી નવા આવનારને હોદ્દો આપનારને ક્યારેય સ્વીકારી શકાય નહીં.

સાંસદ નારણ કાછડીયાએ જણાવ્યું હતું કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યા છે એમની જગ્યાએ સવારે કોઈપણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપે અને બપોર પછી તેમને પદ આપે અને બીજા દિવસે ટિકિટ આપવામાં આવે છે તે બિલકુલ યોગ્ય નથી.

ભાજપના એક સાંસદ તરીકે પક્ષમાં તેમને લો તેનો કોઇ વાંધો નથી. પરંતુ ભાજપના કાર્યકર્તાના ભોગે નહીં. ભાજપનો કાર્યકર્તા 35 વર્ષથી પક્ષ માટે કામ કરતો હોય અને તમે કાલે સવારે લઇ આવો અને તેને સ્ટેજ પર બેસાડો અને ભાજપનો સિનિયર કાર્યકર્તા સામે બેસતો હોય. એ કેટલાં અંશે વ્યાજબી છે. ભાજપના કોઇપણ કાર્યકર્તાને સાઇડલાઇન કરીને કોઇને તમારે હોદ્દો કે પદ આપવું એ કાલ સવારે આવ્યા હોય તેમને અમે ક્યારેય સ્વીકારી ન શકીએ.

આ ચૂંટણીમાં ખાલી અમરેલી લોકસભાની અંદર દોઢ લાખ મત ઓછા પડ્યા છે. તેનું કારણ છે મતદારોની નિરસ્તા, કાર્યકર્તાઓની ઉદાસિનતા. એ ઉદાસિનતા અને નિરસ્તા એટલા માટે છેકે, આજે તમે જે કંઇ કરી રહ્યા છો તેનાથી કાર્યકર્તાને નારાજગી છે. 2019માં આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત,નગરપાલિકા કે કોઇ ધારાસભ્ય આપણો ન હતો છતાં 2 લાખ કરતા વધુ મતથી જીત્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રિક્ષા ચાલકનો પુત્રએ ગુજરાત બોર્ડમાં બન્યો ટોપર

આ પણ વાંચો:અમદાવાદમાં આંગડિયા પેઢી પર CIDના દરોડા, કરોડોની રકમ સહિત સોનું જપ્ત

આ પણ વાંચો:અમદાવાદના પીરાણામાં ધાર્મિક સ્થળની તોડફોડ, પોલીસ સક્રિય થઈ

આ પણ વાંચો:ક્ષત્રિય આંદોલનના નામે ક્ષત્રિય મહિલાઓ પાસે લાખો રૂપિયાની ઉઘરાણી કોણે કરી?