અમદાવાદના રહીશો માટે સારા સમાચાર આવ્યા છે. શહેરના લોકોની સુવિધામાં વધારો થતા AMTSમાં વધુ 200 બસો કાફલામાં સામેલ થશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ AMTSમાં 30 જૂન સુધી 200 બસનો ઉમેરો કરવામાં આવશે. આ તમામ નવી બસો અલગ અલગ રૂટ પર મૂકવામાં આવશે. પેસેન્જર્સની સંખ્યામાં વધારો થતા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો.
નોંધનીય છે કે અમદાવાદ શહેર હવે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. શહેરનો ટ્રાફિક એક મોટી સમસ્યા બની છે. ત્યારે કોલેજ જતા યુવાનો અને ઓફિસ જતા લોકો AMTSની મુસાફરીને વધુ સરળ માનવા લાગ્યા છે. હાલ અમદાવાદમાં દોડતી AMTSની બસોમાં કોલેજ અને ઓફિસ સમય દરમ્યાન વધુ પડતી ભીડ જોવા મળે છે. લોકોની આ સમસ્યા દૂર કરવા તંત્ર દ્વારા અનેક રૂટ પર બસો વધારવાનો નિર્ણય કરાયો છે. AMTSમાં ગત વર્ષે નોન એસી સાથે એસી બસોનો સપ્લાયનો ઉત્પાદકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કરાર ઓક્ટોબર અને નવેમ્બર 2023 સુધીમાં 200 નોન-એસી બસો તબક્કાવાર પહોંચાડવાની હતી. છતાં પણ હજુ સુધી કરાર મુજબ કામ થયું નથી. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે આ કરારમાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી છે. જો ઉત્પાદકો તરફથી સમયસર કામ પૂર્ણ થશે તો બસો વધશે અને પેસેન્જર્સને પડતી મુશ્કેલીઓ દૂર થશે.
આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત
આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે
આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત
