Gujarat Rain Update Live
હવામાન વિભાગે આજે છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેને પગલે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ભુક્કા બોલાવ્યાં હતા. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમાં વલસાડમાં 6 ઈંચ તો ગણદેવી અને ખેરગામમાં પાંચ-પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતમાં જાણે મેઘરાજા મહેરબાન થયા હોય તેમ જોવા મળ્યું હતું. તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ હતી. ત્યારે આજે પણ રાજ્યના 20થી વધુ જિલ્લામાં વરસાદની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તેમજ નદીઓમાં નવા નીરની શરૂઆત થઈ છે. ચીખલી ગામમાંથી પસાર થતી કાવેરી નદીના જળ સ્તરમાં સતત વધારો થતાં ચીખલી ગામનો કોઝવે ઓવરફ્લો થયો છે. પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેરા નદીઓમાં જળસ્તરમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે જેને લઇને તંત્ર એલર્ટ થઈ ગયું છે.
આજે સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ
| જિલ્લા | તાલુકા | વરસાદ (ઇંચ) |
| નવસારી | ગણદેવી | 5.98 |
| વલસાડ | વલસાડ | 5.43 |
| નવસારી | ખેરગામ | 4.53 |
| વલસાડ | કપરાડા | 3.39 |
| નવસારી | ચીખલી | 3.31 |
| વલસાડ | પારડી | 3.11 |
| વલસાડ | ઉમરગામ | 2.95 |
| વલસાડ | ધરમપુર | 2.72 |
| નવસારી | વાંસડા | 2.68 |
| વલસાડ | વાપી | 2.64 |
| નવસારી | નવસારી | 1.77 |
| ડાંગ | વાઘાઈ | 1.73 |
| તાપી | ઉચ્છલ | 1.65 |
| ડાંગ | ડાંગ-આહવા | 1.38 |
| તાપી | ડોલવણ | 1.30 |
| નવસારી | જલાલપોર | 1.14 |
| નર્મદા | સાગબારા | 1.10 |
| તાપી | નિઝર | 1.10 |
| સુરત | માંડવી | 1.06 |
| તાપી | સોનગઢ | 0.98 |
અમદાવાદમાં છુટોછવાયો વરસાદ
અમદાવાદ શહેરમાં બફારા બાદ વરસાદ પડતા ગરમીથી રાહત થઈ છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અમદાવાદમાં બોપલ, સેટેલાઈટ, પંચવટી, નારણપુરા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ
| જિલ્લા | તાલુકા | વરસાદ (મિમિ) |
| નવસારી | ગણદેવી | 147 |
| વલસાડ | વલસાડ | 105 |
| નવસારી | ખેરગામ | 78 |
| નવસારી | ચીખલી | 65 |
| વલસાડ | પારડી | 52 |
| નવસારી | વાંસડા | 50 |
| નવસારી | નવસારી | 43 |
| વલસાડ | ધરમપુર | 43 |
| તાપી | ઉચ્છલ | 42 |
| ડાંગ | વાઘાઈ | 40 |
| તાપી | ડોલવણ | 30 |
| નર્મદા | સાગબારા | 28 |
| વલસાડ | કપરાડા | 28 |
| વલસાડ | વાપી | 28 |
| તાપી | નિઝર | 28 |
ડાંગમાં વરસ્યો વરસાદ
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. આહવા, સુબીર અને વઘઇ તાલુકામાં સવારથી 6 વાગે થી 12 વાગ્યા સુધી વરસાદ ખાબક્યો છે. ગિરિમથક સાપુતારામાં પણ વરસાદ પડ્યો છે.
સુરતમાં ધોધમાર વરસાદ
સુરતમાં મેઘમહેર યથાવત જોવા મળી છે. સવારથી અનેક વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. વરાછા, કાપોદ્રા, સરથાણા, કતારગામ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.
વલસાડમાં રસ્તા પર પાણી

વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાથી રસ્તા ઉપર પાણી વહી નીકળ્યા છે. ઠેર-ઠેર વરસાદી પાણી રસ્તા પર ભરાઈ ગયા છે. જેને પગલે જિલ્લાના 7 જેટલા મુખ્ય રસ્તાઓ ઓવર ટોપિંગને લઈને બંધ કરવામાં આવ્યા છે. ઉમરગામમાં દેહરી કોસ્ટલ હાઇવે ઉપર પાણી ભરાયા છે. જેને પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વાહનોના ટાયર ડૂબી જાય એટલું પાણી દેહરી કોસ્ટલ હાઈવે પર ભરાયું છે. રસ્તા ઉપર પાણી ભરાતાની સાથે આજુબાજુના ખેતરમાં પણ પાણી ઘૂસ્યા હતા. ગણદેવીમાં કાવેરી નદીના જળસ્તરમાં 1 ફૂટનો વધારો નોંધાયો છે, નદીનું જળસ્તર 9.50 ફૂટે પહોંચ્યું છે.
આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ
| જિલ્લા | તાલુકા | વરસાદ (ઇંચ) |
| નવસારી | ગણદેવી | 5.67 |
| નવસારી | નવસારી | 1.61 |
| નવસારી | ચીખલી | 1.54 |
| નવસારી | વાંસડા | 1.46 |
| વલસાડ | વલસાડ | 1.18 |
| સુરત | માંડવી | 1.06 |
| ડાંગ | વાઘાઈ | 1.06 |
| તાપી | ડોલવણ | 1.06 |
| તાપી | નિઝર | 0.98 |
| તાપી | સોનગઢ | 0.98 |
તાપી નદી બે કાંઠે થઈ
તાપી જિલ્લામાં પડી રહેલા વરસાદને લઈ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. માહિતી મુજબ મીંઢોળા નદી બે કાંઠે વહેતી થઈ હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરામાં પાલિકાની પોલ ખૂલી
વડોદરામાં વરસાદે પાલિકાની પ્રિ મોનસૂનની કામગીરીની પોલ ખોલીછે. મકરપુરા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. પાલિકા પ્રિમોનસૂનની કામગીરી ખાલી ચોપડા પર હોવાની દેખાઈ છે. વરસાદના સામાન્ય પાણીથી વાહનચાલકો અટવાયા છે.
આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના આ તાલુકામાં સૌથી વધુ વરસાદ
| જિલ્લા | તાલુકા | વરસાદ (ઇંચ) |
| વલસાડ | વલસાડ | 6.18 |
| નવસારી | ગણદેવી | 5.24 |
| નવસારી | ખેરગામ | 5.16 |
| નવસારી | નવસારી | 5.08 |
| વલસાડ | પારડી | 4.53 |
| નવસારી | ચીખલી | 4.37 |
| નવસારી | જલાલપોર | 4.17 |
| વલસાડ | વાપી | 4.06 |
| વલસાડ | ઉમરગામ | 3.58 |
| તાપી | વ્યારા | 3.46 |
| વલસાડ | ધરમપુર | 3.07 |
| તાપી | સોનગઢ | 2.80 |
| સુરત | મહુવા | 2.72 |
| પંચમહાલ | મોરવા (હડફ) | 2.72 |
| તાપી | ડોલવણ | 2.68 |
| તાપી | વાલોડ | 2.48 |
| ભાવનગર | વલ્લભીપુર | 2.44 |
| સુરત | બારડોલી | 2.44 |
| છોટા ઉદેપુર | કવંત | 2.44 |
| ડાંગ | વાઘાઈ | 2.20 |
નવસારીમાં જલાલપોરમાં વરસાદી પાણી ભરાયા
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ખડસાડ ગામમાં વરસાદી પાણી ભરાયા હતા. ગામના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જેથી અનેક લોકોને હાલાકી પડી રહી છે. નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી કાવેરી નદીના જળસ્તરમાં એક ફૂટથી વધુનો વધારો થયો છે. નદીમાં પાણી વધતા આતલીયા ઉંડાચને જોડતો પુલ પાણીમાં ગરકાવ થવાને આરે પહોંચ્યો છે. જો આ પુલ પાણીમાં ગરકાવ થશે તો અનેક ગામોને લાંબો ચકરાવો મારવો પડશે.
અમરેલીમાં વૃક્ષ ધરાશાયી
અમરેલીના રાજુલામાં મોડી રાત્રે વૃક્ષ ધરાશાયી થતા રાજુલાનો મુખ્ય માર્ગ બંધ થયો હતેો. પોલીસ અને પાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી વૃક્ષને ખસેડવાની કામગીરી હાથ ધરી છે. વૃક્ષના પડવાથી ઈલેક્ટ્રીક પોલ તૂટ્યો છે.
વલસાડમાં સાર્વત્રિક વરસાદ
વલસાડ જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થઈ છે. વલસાડ તાલુકા અને શહેરમાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોના રસ્તામાં પાણી ભરાઈ ગયા છે. રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા છે. જિલ્લામાં ભારે વરસાદની હવામાનની આગાહી કરવામાં આવી છે. વલસાડ શહેરમાં 6.18 ઇંચ, તાલુકામાં 6 ઇંચ વરસાદ, પારડીમાં 4.52 ઇંચ, વાપીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ તાલુકામાં 24 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. વલસાડ શહેરમાં 6.18 ઇંચ, પારડીમાં 4.52 ઇંચ, વાપીમાં 4 ઈંચ, ધરમપુરમાં 3 ઈંચ, ઉમરગામમાં 3.98 ઇંચ, કપરાડામાં 2.8 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો: રાજ્ય વેરા નિરીક્ષકોની સામૂહિક બદલીના આદેશ
આ પણ વાંચો: ભાવનગરમાં SGST એ 100થી વધુ પેઢી વિરૂદ્ધ રિકવરીની પ્રક્રિયા શરૂ કરી
આ પણ વાંચો: મેડિકલ કોલેજોમાં એક ઝાટકે 80 ટકાનો ફી વધારો
