Surat/ સુરતના ભાજપના કોર્પોરેટર પર  અપહરણનો ગંભીર આરોપ

4 કરોડ રપિયાની કિંમતની દુકાન લખાવી લીધી હોવાનો પણ આરોપ

Top Stories Gujarat Surat
  Surat News : સુરતમાં ભાજપના કોર્પોરેટર પર અપહરણના ગંભીર આરોપને પગલે ખળભળાટ મચ્યો છે. ભાજપના કોર્પોરેટર અમિત સિંહ પર આ આક્ષેપ લગાવવામાં આવ્યા છે.જેમાં બિલ્ડરને માર મારી 95 લાખ રૂપિયા પડાવવાનો આરોપ અમિત સિંહ પર લગાવાયો છે.તે સિવાય અમિત સિંહ પર 4 કરોડ રપિયાની કિંમતની દુકાન લખાવી લીધી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
કોર્પોરેટર અમિત સિંહ અને તેમના સાગરીતો પર બિલ્ડરનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અમિત સિંહ એએમસીના પૂર્વ શાસક પક્ષના નેતા છે. અપહરણ કર્યા બાદ બિલ્ડરને માર મારીને લખાણ લખાવી લીધું હતું. આ અંગે ગોડાદરા  પોલીસ સ્ટેશને અરજી લઈને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ અંગે તપાસ કર્યા બાદ ગુનો નોંધાશે, એમ કહ્યું હતું.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં વિદ્યાર્થીઓને નમાજ પઢાવાતા ખળભળાટ, મહંત જ્યોતિર્નાથનું નિવેદન આવ્યુ સામે

આ પણ વાંચો: ચોમાસાની ઋતુમાં લાલબત્તી સમાન કિસ્સો! સાપ કરડવાથી 7 વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો: વલસાડમાં જોવા મળ્યા નદી-નાળાઓના તોફાની સ્વરૂપ

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના, 3 મજૂરના મોત