Junagadh News: જૂનાગઢમાં મેઘરાજાએ કોહરામ મચાવ્યો છે. છેલ્લા પાંચ દિવસથી ધોધમાર વરસાદે આતંક મચાવતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તાઓ પર અદ્રશ્ય થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદને જોરદાર બેટિંગ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. માણાવદરમાં ધોધમાર વરસાદને પગલે 1200 લોકોનું સ્થળાંતર કરાયું. ફસાયેલા લોકોનું NDRF ટીમ દ્વારા રેસ્કયુ કરવામાં આવી રહ્યું છે.
https://x.com/mantavyanews/status/1815668407892677117
વરસાદે તબાહી મચાવતા 37 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. અને અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. સ્થળાંતરિત લોકો માટે કરાઈ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગે આતંક મચાવતા જનજીવન ખોરવાઈ ગયું છે. કલેકટરે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા શક્ય તેટલી મદદનું આશ્વાસન આપ્યું. મંતવ્ય ન્યુઝ સાથે કલેકટરે વાતચીત કરતા લોકોને અપીલ કરી છે. મંતવ્ય ચેનલના માધ્યમથી કલેકટરે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. તેમજ કોઈ મુશ્કેલી પડે તો તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા સુચના આપી.
જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ છે. સાંબેલાધાર વરસાદને પગલે કેશોદનો ઘેડ વિસ્તાર જળબંબાકાર થયો. વરસાદના કારણે સાબલી ડેમમાં પાણીની આવક વધતા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમના દરવાજા ખોલાતા જોનપુર બામણાસા રોડ ઉપર પાણી ફરી વળ્યા. સ્થાનિકોને વરસાદની સાથે ડેમના પાણી છોડતા બેવડો માર સહન કરવો પડી રહ્યા છે. રસ્તાઓ ઉપર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાગઢ ઉપરાંત દ્વારકા તાલુકામાં વરસાદનો આતંક છે. ભારે વરસાદ પડવાના કારણે ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ખેતરમાં રહેતા 9 લોકો ફસાયા. ઘરેથી ગામે ખેતરોની વચ્ચે રહેતા ખેડૂત વરસાદી પાણીમાં ફસાતાં એન ડી આર એફ ની ટીમ દ્વારા નવું લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.
આ પણ વાંચો: રાજયમાં ચાંદીપુરા વાઇરસનો હાહાકાર, વાઈરસે 36 બાળકોના લીધો ભોગ
આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: ભૂટાનના રાજા અને વડાપ્રધાને CM ભુપેન્દ્ર પટેલ સાથે સ્નેહ ભોજન લીધું
