Ambaji Police: અંબાજી પોલીસે ગેરરીતિ મામલે મોટી કાર્યવાહી કરી. પોલીસે 9.5 કિલો ચાંદી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. આ ચાંદીની કિમંત અંદાજે 8 લાખ હોવાનું માનવામાં આવે છે. પોલીસે બાતમીના આધરે આ શખ્સને ચાંદી અને કાર સાથે ધરપકડ કરી. આરોપીનું નામ સુરેશકુમાર હોવાનું સામે આવ્યું છે.
સુરેશકુમાર નામનો શખ્સ પોતાની કારમાં પ્રતિબંધિત ચાંદીનો જથ્થો લઈ જતો હતો. પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ કારમાં 8 કિલોથી વધુ ચાંદી લઈ જઈ રહ્યો છે. આ શખ્સ ચોરેલી ચાંદીને સગેવગે કરવા સંભવત મોટા શહેર તરફ જઈ રહ્યો હતો. ત્યારે અધવચ્ચે જ અંબાજી પોલીસે થરાદ પાસે આ શખ્સની કારને રોકી. અને કારની તપાસ કરતાં તેમાંથી 9.5 કિલો ચાંદી મળી જે અન્ય પાસેથી ચોરેલી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે તે અમદાવાદ ચાંદી ગાળવા જતો હતો. હાલમાં અંબાજી પોલીસે આ શખ્સની અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવી છે. પોલીસ આ કેસમાં વધુ તપાસ હાથ ધરશે કે કોની ચોરેલી ચાંદી હતી.
આ પણ વાંચો: ગુજરાતના ત્રણ નેતાઓ રાજ્યપાલ બનવાની હોડમાં
આ પણ વાંચો: વડોદરામાં 4 વર્ષના બાળકનું મોત, ચાંદીપુરા વાયરસની અસર થયાની આશંકા
આ પણ વાંચો: અગ્નિવીરને લઈને ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત
