Gujarat News/ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ભલામણોનો ગુજરાત વિદ્યાપીઠમાં અમલ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ભલામણોનો ગુજરાત વિદ્યાપીઠમાં અમલ થશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ભલામણોનો ગૂજરાત વિદ્યાપીઠમાં કઈ કઈ રીતે અમલ કરવામાં આવ્યો છે તે અંગે બેઠક યોજાઈ.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gujarat News:રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ભલામણોનો ગુજરાત વિદ્યાપીઠમાં અમલ થશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ભલામણોનો ગૂજરાત વિદ્યાપીઠમાં કઈ કઈ રીતે અમલ કરવામાં આવ્યો છે તે અંગેની એક આકારણી બેઠક આજરોજ ઉચ્ચ શિક્ષણમાં કાર્યરત સૌ અધ્યાપકોની સાથે કુલપતિ હર્ષદ પટેલની અધ્યક્ષતામાં હિરક મહોત્સવ ખંડમાં યોજાઈ ગઈ.

આ બેઠકમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ગૂજરાત વિદ્યાપીઠમાં અમલીકરણ માટેના નોડલ ઓફિસર ડો. દિપુબાએ ઉચ્ચ શિક્ષણમાં એ તમામ કાર્યો અને વિભાગો અંગે વિસ્તારથી જણાવ્યું જેમાં ગૂજરાત વિદ્યાપીઠે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સૂચનોનો અમલ કર્યો છે. કુલપતિ ડો. હર્ષદભાઈએ આ અંગે અભિનંદન આપ્યા અને આનંદ વ્યક્ત કર્યો હતો.

ગૂજરાત વિદ્યાપીઠના શૈક્ષણિક અને બિન શૈક્ષિણીક કર્મચારીઓને વિદ્યાકીય, નેતૃત્વ અને વ્યવસ્થાપનની તાલીમ મળી રહે તે ઉદ્દેશથી ‘વ્યવસાયિક સજ્જતા મંદિર’ (વ્યાસ)ની રચના કરાવામાં આવી છે. આ કાર્યની જવાબદારી શિક્ષણ મહાવિદ્યાલયના વરિષ્ઠ પ્રાધ્યાપક ડો. ભરત ભાઈ જોશીને આપવામાં આવી છે. આગામી તા. 8,9,10 ઓગસ્ટ 2024ના રોજ ‘વ્યાસ’ના ઉપક્રમે શૈક્ષણિક સેવકોની તાલીમ માટેનો પ્રથમ કાર્યક્રમ યોજાનાર છે. ‘વ્યાસ’ના ઉપક્રમે થનાર તાલીમ ઇન હાઉસ, સ્ટેટ લેવલ અને નેશનલ લેવલે પણ યોજાશે અને તે માટે ઉચ્ચ કક્ષાના કાર્યક્રમો પણ યોજાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં ભારે વરસાદ, વહીવટી તંત્ર ‘પાણી’માં

આ પણ વાંચો:હવામાન વિભાગે કરી આગાહી, ‘આ’ જીલ્લાઓમાં છે રેડ એલર્ટ

આ પણ વાંચો:સાબરકાંઠામાં પ્રાંતિજ, લુણાવાડા થયા જળબંબાકાર, જાણો કેટલો વરસાદ ખાબક્યો

આ પણ વાંચો:ભારે વરસાદથી ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ