Surat News/ જયેશ રાદડિયા ગર્જયા, સમાજને માયકાંગલાઓને જરૂરી નથી

બે પાટીદાર આગેવાનો જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેની કોલ્ડવોર અટકવાનું નામ લેતી નથી. નરેશ પટેલના સૂચક નિવેદન પછી જયેશ રાદડિયાએ અગાઉ જણાવ્યું હતું કે સમય આવ્યે જવાબ આપીશ. હવે લેઉવા પાટીદાર સમાજના બે આગેવાન વચ્ચેનો વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે.

Gujarat Surat Breaking News

Surat News:  બે પાટીદાર આગેવાનો જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેની કોલ્ડવોર અટકવાનું નામ લેતી નથી. નરેશ પટેલના સૂચક નિવેદન પછી જયેશ રાદડિયાએ અગાઉ જણાવ્યું હતું કે સમય આવ્યે જવાબ આપીશ. હવે લેઉવા પાટીદાર સમાજના બે આગેવાન વચ્ચેનો વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને રાદડિયા વચ્ચેના આ અણબનાવ વચ્ચે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ફરી નામ લીધા વિના જ જેને ખાસ સંદેશ આપવાનો છે એમને આપી દીધો છે. ગત 28 જુલાઈની રાત્રે સુરતમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં હાજરી આપી હતી. આ દરમિયાન જયેશ રાદડિયાએ ફરીવાર ‘ટાર્ગેટ’ પર તીર છોડ્યા છે.

પૂર્વ મંત્રી રાદડિયાએ જણાવ્યું કે, અમુક લોકોને શું પેટમાં દુઃખે છે? કોઈને આમાં મજા આવે છે. મેં કહ્યું હતું ને કે સમાજનો મજબૂત આગેવાન હોય એને સ્વીકારજો, માઇકાંગલાંઓની સમાજને જરૂર નથી. એ પોતે તો તૂટી જશે અને સમાજને પણ તોડી નાંખશે. તાકાતવાળો હોય એને આગળ કરજો. કોઈ પાડી દેવાના કાવતરા કરતા હશે તો તે સફળ થશે નહીં.

‘રાજનીતિનો માણસ સમાજમાં ન ચાલે અને સમાજનું કામ કરતી હોય એ વ્યક્તિ રાજકારણમાં ન જાય. વિઠ્ઠલભાઈના આ વારસામાં સામાજિક, રાજકીય કે સહકારી ક્ષેત્ર હોય તો તે કામમાં આપણે વધારો કરી શક્યા છીએ. રાજકીય માણસનું કામ માત્ર રાજનીતિનું હોય. પરંતુ રાજનીતિથી ઉપર ઊઠીને આજે ઉલ્લેખ થયો સમાજની વાતનો. બે દિવસ પહેલાં જામનગરમાં કહ્યું હતું કે એનો જવાબ હું સમય આવ્યે આપીશ. કોણે ક્યાં શું કર્યું? ક્યાં કેટલી ખાનદાની હોય ક્યાં કેટલી વફાદારી હોય, એ ટૂંક સમયમાં સમય આવ્યે મારી બતાવવાની તૈયારી છે. આ વાત કરવામાં અભિમાન ન હોય, અભિમાન કરતો પણ નથી કારણ કે એ જ સમાજ અને એ જ લોકો ટોચ પર બેસાડી શકે અને નીચે બેસાડી દેવામાં વાર પણ લાગે નહીં. આમ છતાં પણ ક્યાંક અમુક લોકોને શું પેટમાં દુઃખે છે? કોઈને આમાં મજા આવે છે.’


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં ભારે વરસાદ, વહીવટી તંત્ર ‘પાણી’માં

આ પણ વાંચો:હવામાન વિભાગે કરી આગાહી, ‘આ’ જીલ્લાઓમાં છે રેડ એલર્ટ

આ પણ વાંચો:સાબરકાંઠામાં પ્રાંતિજ, લુણાવાડા થયા જળબંબાકાર, જાણો કેટલો વરસાદ ખાબક્યો

આ પણ વાંચો:ભારે વરસાદથી ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ