Gandhinagar News: ભાજપે ખેડાના દેવુસિંહ ચૌહાણ અને ધવલ પટેલની દંડક તરીકે નિમણૂક કરી છે. આમ ગુજરાતના બે સાંસદોની દંડક તરીકે નિમણૂક કરવામાં આવી છે. આના પગલે રાજ્યભરમાંથી બંને સાંસદોને લોકોના અભિનંદનો મળ્યા હતા. દેવુસિંહ ચૌહાણને દંડક બનાવતા ખેડા જાણે રાજીનું રેડ થઈ ગયું હતું.
ભારતીય જનતા પાર્ટીએ આજે લોકસભામાં પોતાના મુખ્ય દંડક અને 16 દંડકોની નિમણૂક કરી છે, જેમાં ગુજરાતના બે સાંસદોનો સમાવેશ થાય છે. ગુજરાતના ધવલ પટેલ અને દેવુસિંહ ચૌહાણને ભાજપના લોકસભા દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કુલ 16 નવા દંડકોમાંથી 2 ગુજરાતના પ્રતિનિધિઓ છે.
સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે અને હાલમાં બંને ગૃહોમાં કેન્દ્રીય બજેટ પર ચર્ચા થઈ રહી છે. સંસદમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે, કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) એ સોમવારે લોકસભામાં મુખ્ય દંડકની નિમણૂક કરી, જ્યારે 16 અન્ય સાંસદોને વ્હિપ બનાવવામાં આવ્યા છે.
ભાજપે લોકસભામાં દંડકોની નિમણૂંક કરી
ભારતીય જનતા પાર્ટીએ આજે લોકસભામાં પોતાના મુખ્ય દંડક અને 16 દંડકોમાં દિલીપ સાઇકિયા, ગોપાલજી ઠાકુર, સંતોષ પાંડે, કમલજીત સેહરાવત, ધવલ લક્ષ્મણભાઈ પટેલ, દેવુસિંહ ચૌહાણ, જુગલ કિશોર શર્મા, કોટા શ્રીનિવાસ પૂજારી, સુધીર ગુપ્તા, સ્મિતા ઉદય વાઘ, અનંત નાયક, દામોદર અગ્રવાલ, કોંડા વિશ્વેશ્વર રેડ્ડી, સતીશ કુમાર ગૌતમ, શશાંક મણી, ખગેન મુર્મુ દંડક તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
16 નવા દંડકોમાંથી ગુજરાતના બે સાંસદ
BJP દ્વારા લોકસભા સ્પીકર ઓમ બિરલાને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે 4 વખતના સાંસદ ડૉ. સંજય જયસ્વાલને લોકસભામાં પાર્ટીના ચીફ વ્હીપ બનાવવામાં આવ્યા છે. જ્યારે અન્ય 16 સાંસદોની મદદ માટે વ્હીપની નિમણૂક કરવામાં આવી છે. જે સાંસદોને વ્હીપ બનાવવામાં આવ્યા છે તેમાં દિલીપ સૈકિયા, ગોપાલજી ઠાકુર, કમલજીત સેહરાવત, સંતોષ પાંડે, ધવલ લક્ષ્મણભાઈ પટેલ, દેવસિંહ ચૌહાણ અને જુગલ કિશોર શર્માના નામ સામેલ છે.
આ પણ વાંચો:બોગસ સ્પોન્સરશીપ સર્ટિફિકેટના આધારે પ્રવેશ મેળવનારા 9 ઓફિસરો ટર્મિનેટ
આ પણ વાંચો:વડોદરામાં ભારે વરસાદ, વહીવટી તંત્ર ‘પાણી’માં
આ પણ વાંચો:હવામાન વિભાગે કરી આગાહી, ‘આ’ જીલ્લાઓમાં છે રેડ એલર્ટ
આ પણ વાંચો:વડોદરામાં ગેસ સપ્લાય કરતી ગાડીમાં ગેસ લીકેજની ઘટના, રસ્તો કરાયો બંધ
