Gujarat Weather News: હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં આજથી ફરી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસી શકે છે. 24 કલાકમાં 172 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વલસાડમાં મોડી રાત્રે મેઘાની તોફાની બેટિંગ જોવા મળી. વાપીમાં રાત્રે 12 વાગ્યા બાદ 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે અંડરપાસ સહિત અનેક રસ્તાઓ પાણી પાણી થયા છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ ોંધાયો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 86 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં 76, દ.ગુજરાતમાં 73 ટકા, ઉ.ગુજરાતમાં 45, મધ્ય ગુજરાતમાં 44 ટકા વરસાદ નોંધાયો છે.
Gujarat Rain Live Update
4.48
વલસાડમાં ધરમપુર, કપરાડામાં ભારે વરસાદ પડ્યો છે. નદી, નાળાઓ અને ઝરણા બે કાંઠે થયા છે. જંગલ વિસ્તારમાં ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. સરસ્વતી ધોધ સોળે કળાએ ખીલી ઉઠતા સુંદર નજારો જોવા મળ્યો છે.
4.00
અમરેલીના વડીયા શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વડીયા સહિત આસપાસના ગામોમાં વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો છે.
3.45
બનાસકાંઠા લાખણી તાલુકામાં વરસાદનું આગમન થયું છે. વાતવરણ ઠંડુ થતાં ગરમીથી રાહત મળી છે. આગથળા, મોરાલ, લાખણી સહિત વરસાદની શરૂઆત થઈ છે.
1.36
સાપુતારામાં અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. ઉગાચિચપાડથી આંબાપાડા રોડ આઇસર ટ્રક તણાઇ ગઈ હતી. આઇસરમાં સવાર ડ્રાઇવર અને ક્લિનરનો આબાદ બચાવ થયો છે. ગ્રામજનોએ આઇસરમાંથી બન્નેને બહાર કાઢતા બચાવ થયો હતો. નદીના ધસમસતા પ્રવાહથી લોકો ભયભીત થયા છે.
1.15
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોહના કાવચાલી ગામ પાસેથી પસાર થતા કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. વાપીમાં ધોધમાર 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. પાણી ભરતાં વાહનચાલકો,રાહદારીઓ અટવાયા છે. વાપીના અનેક રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડના ધરમપુરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અંતરિયાળ વિસ્તારોમાં વરસ્યો ભારે વરસાદ. નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. પાર નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે. નદીના બંને કાંઠા તરફના લોકો પરેશાન થયા છે. પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે.
આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી નોંધાયેલો વરસાદ
| જિલ્લા | તાલુકા | વરસાદ(ઇંચમાં) |
| નવસારી | વાંસદા | 2.9 |
| નવસારી | ચીખલી | 2.5 |
| નવસારી | ખેરગામ | 2.5 |
| વલસાડ | કપરાડા | 2.3 |
| ડાંગ | વધઇ | 2.3 |
| તાપી | વાલોદ | 2.2 |
| નવસારી | ગણદેવી | 2 |
| તાપી | વ્યારા | 1.9 |
| નવસારી | શહેર | 1.7 |
| વલસાડ | શહેર | 1.6 |
| વલસાડ | ધરમપુર | 1.5 |
| સુરત | મહુવા | 1.5 |
| વલસાડ | પારડી | 1.5 |
| નવસારી | જલાલપોર | 2 |
| વલસાડ | વાપી | 1.2 |
| ડાંગ | આહવા | 1 |
| તાપી | સોનગઢ | 1 |
11.57
વાપીમાં 7 ઈંચથી વધુ ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. રેલવે અંડરપાસ પાણીથી ભરાઈ ગયો છે. પાણી ભરાતાં વાહનચાલકો, રાહદારીઓ અટવાયા છે. વાપીના અનેક રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે.
11.36
નવસારી જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ છવાયો છે. નવસારી શહેરના લુનસીકુઈ, માછીવાડ, ડેપો, ટાવર રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડતાં રોડ પર પાણી વહેતા થયા છે. તો ઉપરવાસમાં સારા વરસાદના કારણે અંબિકા નદીની સપાટીમાં વધારો થયો છે, જ્યારે પૂર્ણા નદીની સપાટી વધવાની પણ સંભાવના છે.
11.14
વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદને લઈ જિલ્લા પંચાયત હસ્તકના 45 મુખ્ય રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ અવર જવર માટે બંધ કરવામાં આવ્યા છે. જ્યારે 2 અન્ય રોડ મળી કુલ 47 મુખ્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
શનિવારે સવારે 6 વાગ્યાથી શનિવારે સાવરે 10 વાગ્યા સુધી નોંધાયેલો વરસાદ
| જિલ્લા | તાલુકા | વરસાદ (ઇંચ) |
| વલસાડ | વાપી | 7.2 |
| વલસાડ | કપરાડા | 6.1 |
| વલસાડ | પારડી | 5 |
| વલસાડ | ઉમરગામ | 4 |
| જામનગર | જોડિયા | 3 |
| છોટાઉદેપુર | શહેર | 2.5 |
| નવસારી | શહેર | 2.5 |
| નવસારી | ખેરગામ | 2.5 |
| નવસારી | જલાલપોર | 2 |
| તાપી | વાલોદ | 2 |
| છોટાઉદેપુર | બોડેલી | 2 |
| તાપી | સોનગઢ | 2 |
| ડાંગ | આહવા | 2 |
| નવસારી | ગણદેવી | 2 |
| તાપી | વ્યારા | 2 |
| સુરત | મહુવા | 1.9 |
| વલસાડ | શહેર | 1.8 |
| છોટાઉદેપુર | જેતપુર-પાવી | 1.7 |
11.12
ડાંગમાં સાર્વત્રિક વરસાદ છવાયો છે. ડાંગમાં 3 દિવસના વિરામ બાદ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આહવા, સુબિર અને વઘઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગિરિમથક સાપુતારામાં પણ વરસાદને કારણે અંબિકા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લો લેવલના બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા છે. ડાંગની ઓળખ ગીરાધોધ રૌદ્ર સ્વરૂપમાં દેખાયો છે.
10.00
બનાસકાંઠાના દાંતામાં 1 કલાકમા દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. દાંતા સિવિલ હોસ્પિટલમાં ફરી ભરાયા પાણી. સિવિલમાં પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
9.37
ડાંગમાં સાર્વત્રિક વરસાદ છવાયો છે.
9.30
વાપી શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાય જવાના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વાપી આઝાદ કાંટા વિસ્તાર, ગીતા નગર વિસ્તાર, સ્ટેશન રોડ સહિત વિવિધ રસ્તાઓ પર 5 ઇંચ વરસાદમાં રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા નોકરી પર જતાં લોકો અટવાયા છે. તથા શાળાએ જતા વિધાર્થીઓએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વાપીનો અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થયો છે.
વલસાડ જિલ્લાના ઉપરવાસમાં મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઓરંગા નદીમાં ઘોડાપૂર જોવા મળ્યું છે. ઔરંગા નદી ભયજનક સપાટીએ વહી રહી છે. જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે થઇ છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા.
9.15
ગીર સોમનાથ વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદથી તાલાળામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. વેરાવળ, કોડીનાર, ઉનામાં પણ વરસાદ પડી રહ્યો છે. સૂત્રાપાડામાં અર્ધો ઇંચ વરસાદ પડ્યો છે.
8.30
વલસાડ જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે. જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. વાપીમાં સાત ઇંચ વરસાદ, કપરાડામાં સાડા છ ઇંચ,જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. વલસાડમાં 1.69 ઇંચ વરસાદ પડ્યો, ધરમપુરમાં 4.25 ઇંચ અને પારડીમાં 4.60 ઇંચ, કપરાડામાં 6.37 ઇંચ, ઉમરગામમાં 3.64 ઇંચ, વાપીમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે. વરસાદના કારણે જિલ્લાની નદીઓ ગાંડીતૂર બની છે.
8.10
અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. નારણપુરા. વાડજ, વસ્ત્રાપુરમાં વરસાદ શરૂ થયો છે.
અમરેલીમાં ધારી અને ગીર જંગલ વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે. શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર ડેમમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 70 ટકાથી વધુ ડેમમાં પાણી ભરાયું છે. ડેમમાં પાણી આવકથી 35 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. ડેમમાં પાણીની આવકને લઇ વધુ પાણી છોડાઈ શકે છે.
આ પણ વાંચો:કચ્છની ધરા ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકો ભયભીત
આ પણ વાંચો:અમદાવાદમાં નબીરાને રિલ્સ બનાવવી પડી ભારે, અપહરણ કરી મચાવી લૂંટ
આ પણ વાંચો:મહિલાઓની સુરક્ષા એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
