Gujarat Weather/ ગુજરાતમાં આગામી સાત દિવસ પડશે ભારે વરસાદ, ક્યાં અપાયું છે રેડ એલર્ટ

આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાઠા, દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે………..

Top Stories Gujarat

Gujarat News: રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાઠા, દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી રાજ્યમાં 139થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

આવતીકાલે સુરત, નવસારી, તાપીમાં અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. 5 ઓગસ્ટે વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ પડશે તેમ જણાઈ રહ્યું છે. આગામી ૩ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. 4, 5 અને 6 ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 86 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં 76, દ.ગુજરાતમાં 73 ટકા, ઉ.ગુજરાતમાં 45, મધ્ય ગુજરાતમાં 44 ટકા વરસાદ નોંધાયો છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ક્યાં કેટલો વરસાદ પડશે

આ પણ વાંચો:વાપીમાં 7 ઈંચથી વધુ વરસાદ પડતાં જનજીવન ઠપ્પ!

આ પણ વાંચો:સુરતમાં ‘ભુવા’ઓનું રાજ! રસ્તાઓ બિસ્માર હાલતમાં, સુરતીઓ પરેશાન