New Delhi News: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને અપીલ કરી છે કે ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ 9 થી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરે તિરંગો ફરકાવવા અને પોતાની સેલ્ફી https://harghartiranga.com વેબસાઇટ પર અપલોડ કરો.
આજે X પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું #હરઘરતિરંગા અભિયાન છેલ્લા બે વર્ષમાં એક રાષ્ટ્રીય ચળવળમાં વિકસ્યું છે, જેણે આખા દેશમાં દરેક ભારતીયમાં મૂળભૂત એકતા જાગૃત કરી છે. હું તમામ નાગરિકોને આ આંદોલનને વધુ મજબૂત કરવા અને તેમાં ફરી તે જ ઉત્સાહની સાથે તેમાં ભાગ લેવાની અપીલ કરું છું. પોતાના ઘરોમાં આપણું ગૌરવ, આપણો તિરંગો ફરકાવો, તિરંગાની સાથે સેલ્ફી લો અને તેને હર ઘર તિરંગા વેબસાઇટઃ https://harghartiranga.com/ પર અપલોડ કરો.”
PM Shri @narendramodi Ji’s #HarGharTiranga campaign has evolved into a national movement over the last two years, awakening the basic unity in every Indian across the length and breadth of the nation.
I appeal to all citizens to bolster this movement further and participate in…
— Amit Shah (@AmitShah) August 3, 2024
આ પણ વાંચો:BSFના ચીફ નીતિન અગ્રવાલને પદ પરથી હટાવાયા, સ્પેશિયલ DGને પાછા કેડર મોકલી દેવાયાં
આ પણ વાંચો:PM મોદી આજે કૃષિ અર્થશાસ્ત્રી પરિષદનું ઉદ્ઘાટન કરશે,ભારતમાં 65 વર્ષ પછી યોજાઈ રહ્યો છે આ કાર્યક્રમ
આ પણ વાંચો:ભારતીય સેનાને મળ્યો નવો એડજ્યુટન્ટ જનરલ, જાણો કોણ છે લેફ્ટનન્ટ જનરલ VPS કૌશિક
