Dang News/ ડાંગમાં ભણવા માટે જીવના જોખમે કોતર પાસ કરતાં આદિવાસી બાળકો

ડાંગમાં બાળકો માટે ભણવું તે જાણે જીવનું જોખમ છે. તેમા પણ ઘોડી ગામના બાળકો જીવના જોખમે પસાર થાય છે. ડાંગના બાળકો માટે ભણવું જાણે પર્વતારોહક જેવું જોખમ ખેડવા જેવું છે, પર્વતારોહક પાસે કમસેકમ સાધનો તો હોય છે, જ્યારે આ બાળકોએ જીવના જોખમે કોતર પાસ કરવી પડે છે.

Gujarat

Dang News: ડાંગમાં બાળકો માટે ભણવું તે જાણે જીવનું જોખમ છે. તેમા પણ ઘોડી ગામના બાળકો જીવના જોખમે પસાર થાય છે. ડાંગના બાળકો માટે ભણવું જાણે પર્વતારોહક જેવું જોખમ ખેડવા જેવું છે, પર્વતારોહક પાસે કમસેકમ સાધનો તો હોય છે, જ્યારે આ બાળકોએ જીવના જોખમે કોતર પાસ કરવી પડે છે.

ઘોડી ગામની કોતરમાં પાણીના પ્રવાહમાંથી બાળકો પસાર થાય છે. વરસાદથી કોતર પર બનાવેલો બ્રીજા પાણીમાં ગરકાવ થયો છે. હવે બાળકો પાણીના પ્રવાહમાં તણાઈ જાય તો જવાબદારી કોની છે. આદિવાસી વિદ્યાર્થીઓને ભણવા સિવાય પણ મહેનત કરવાની હોય છે. હવે અભ્યાસ માટે જવા છેક જીવ ગુમાવવા સુધીની નોબત આવે તો પછી કોણ અભ્યાસ કરવા જાય.

ભણશે ગુજરાતનું સૂત્ર તો આ રીતે સાર્થક ન થાય. આ રીતે આદિવાસી વિદ્યાર્થીઓ માટે છેક દૂરદૂર શાળા રાખવામાં આવે અને તેમણે ભણવા માટે જીવ જોખમમાં મૂકીને જવું પડે તો પછી ભણે જ શું કામ. તેઓને તેમના ગામમાં ભણસાની સગવડ કેમપૂરી પાડી ન શકાય. જો સરકાર શિક્ષણને મૂળભૂત અધિકાર ગણતી હોય તો પછી આ મોરચે મહત્વની કામગીરી કરવી જરૂરી છે. વિદ્યાર્થીઓના ભણવાના અધિકાર સાથે કોઈપણ રીતે સમાધાન કરી ન શકાય. આ સિવાય વિદ્યાર્થીએ ભણવા માટે જીવ જોખમમાં મૂકીને જવું પડે તેવી સ્થિતિ પણ કોઈપણ રીતે ન ચાલે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડાંગમાં અનરાધાર વરસાદ, અનેક રસ્તાઓ બંધ કરાયા

આ પણ વાંચો:લાખોની રોકડ બાદ હર્ષદ ભોજકના લોકરમાંથી રૂ.30 લાખનાં સોનાનાં બિસ્કીટ મળ્યા

આ પણ વાંચો:જામનગરમાં 3 માળની ઈમારત ધરાશાયી થતાં એકનું મોત