Mahesana News: રાજ્યમાં સાઈબર ક્રાઈમનો વણથંભ્યો સિલસિલો ચાલુ છે. મેટ્રો શહેર બાદ નાના શહેરો પણ ભોગ બનવા લાગ્યા છે. મહેસાણામાં વિસનગરની આધેડ વૈજ્ઞાનિક મહિલાએ લાખો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનતાં વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લીના ગુપ્તા નામની મહિલા સાથે અજાણ્યા શખ્સે કસ્ટમ અને સીબીઆઈ અધિકારી બની સાઈબર ફ્રોડ આચરવાની ઘટના સામે આવી છે.
લીના ગુપ્તા નામની મહિલા મલેશિયા જતા પાર્સલના બહાને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં અજાણ્યા શખ્સે કસ્ટમ અને સીબીઆઈ અધિકારીની ઓળખ આપી હતી. ઓળખ કાર્ડ પણ વોટ્સએપમાં મોકલાવ્યા હતા. મહિલાને પાર્સલમાં ગેરકાયદેસર 16 પાસપોર્ટ, 54 સીમ કાર્ડ અને દ્રગ્સ હોવાનું જણાવી ડરાવી હતી. બાદમાં નિર્દોષ છોડાવી આપવાની લાલચ આપી હતી.
સાઈબર ફ્રોડ કરનારાઓએ મહિલા પાસેથી માહિતી મેળવી લાલચ આપી અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 26 લાખ ઉપાડી લીધા હતા. તેમજ મહિલાને સતત ભયજનક સ્થિતિમાં મૂકી ખોટા કોર્ટના વોરંટ અને સીબીઆઈના લેટરો મોકલ્યા હતા. મહિલાએ આખરે છેતરપિંડીનો ભોગ બન્યાનું જાણ થતાં વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….
આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં નેશનલ હાઈવે પર અકસ્માતમાં મહિલાનું મોત, 7 ઈજાગ્રસ્ત
આ પણ વાંચો:પાટણમાં નદી કાંઠાનાં વિસ્તારો એલર્ટ, જળ સપાટી વધતાં પાણી છોડાશે
