Sardar Sarovar Dam/ સરદાર સરોવર ડેમમાં પાણીની ધરખમ આવક, ડેમની સપાટી 132.46 મીટર થઈ

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. નર્મદા ડેમની સપાટી 132.46 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 6 મીટર દૂર છે. 24 કલાકમાં 1.32 મીટર  ડેમની જળસપાટી વધી છે. ઉપરવાસમાંથી 2.92 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News:  ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. નર્મદા ડેમની સપાટી 132.46 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 6 મીટર દૂર છે. 24 કલાકમાં 1.32 મીટર  ડેમની જળસપાટી વધી છે. ઉપરવાસમાંથી 2.92 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમમાં 3,823 MCM લાઈવ સ્ટોરેજ પાણી છે. આગામી એક-બે દિવસમાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઇ જાય તેવી શક્યતા છે.સરદાર સરોવર ડેમ 70% જેટલો ભરાઈ ગયો છે અને ડેમના ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં 28,468 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, એમ રાજ્ય સરકારે શુક્રવારે જણાવ્યું હતું.

ડેમના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદના પરિણામે, શુક્રવારે બપોરે 3 વાગ્યા સુધીમાં ડેમમાં પાણીની આવક 3.54 લાખ ક્યુસેક થઈ ગઈ છે, અને ડેમ સાઇટ પર પાણીની સપાટી લગભગ 133 મીટર છે. નિવેદનમાં જણાવાયું છે કે જળાશયની ક્ષમતા 6,622 મિલિયન ક્યુબિક મીટર છે. સૌરાષ્ટ્રભરમાં સારો વરસાદ પડ્યો છે. ત્યારે જિલ્લાઓના જળાશયોમાં પણ પાણીની આવક જોવા મળી રહી છે. રાજકોટ મોરબી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર અને અમરેલી જિલ્લાના જળાશયોની જો વાત કરવામાં આવે તો કેટલાક જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે તો કેટલાક જળાશયો હજુ ખાલીખમ છે.

સૌરાષ્ટ્રના જ અલગ અલગ જિલ્લાના જળાશયોમાં મોટી અસમાનતા જોવા મળી રહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં 12 મુખ્ય જળાશય આવ્યા છે. જેમાંથી 11 જળાશયો 100 ટકા ભરાયા છે, જ્યારે એક જળાશયમાં 74 ટકા ભરાયો છે. મોરબી જિલ્લામાં કુલ 10 જળાશયો છે, એક પણ જળાશય સો ટકા નથી ભરાયા. જામનગર જિલ્લામાં કુલ 21 જળાશયો છે જેમાંથી 12 જળાશયો સો ટકા ભરાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 11 જળાશયો આવ્યા છે જેમાંથી માત્ર એક જ જળાશય સો ટકા ભરાયો છે. જ્યારે 7 જળાશયો એવા છે કે જેમાં હજુ પણ 20 ટકાથી ઓછું પાણી છે. રાજકોટ જિલ્લામાં કુલ 27 જળાશયો આવ્યા છે જેમાંથી માત્ર 3 જળાશયો 100 ટકા ભરાયા છે. જયારે 10 જળાશયો એવા છે કે જેમાં હજુ પણ 0% થી લઈને 9% સુધી પાણી ભરાયુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….

આ પણ વાંચો:રાજકોટ SOGએ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું

આ પણ વાંચો:આદિવાસી મ્યુઝિયમમાં જ આદિવાસી યુવાનને માર મરાયો, એકનું મોત