દેવભૂમિ દ્વારકાઃ દેશમાં સ્વતંત્રતા દિનની ઉજવણીમાં દેશવાસીઓ ઉત્સાહપૂર્વક રાષ્ટ્રભક્તિની સાથે જોડાય અને ઘરે ઘરે દેશની શાન તિરંગો લહેરાવે તે માટે ગુજરાત સરકારે 8થી 13 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા શીર્ષક હેઠળ જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. લોકો બહોળી સંખ્યામાં ભાગ લઈને પોતાના ઘરે તિરંગો ફરકાવે તે માટે હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 23 ટાપુઓ છે. તેમા ગુજરાતની દરિયાઈ સીમાના છેડે આવેલા ટાપુઓ પૈકી સૌથી છેલ્લો અને અંતરિયાળ ટાપુ તે બેટ દ્વારકા ટાપુ છે. વર્તમાન વૈશ્વિક સ્થિતિ અને દરિયાઈ માર્ગે સંભવિત ભયને ધ્યાનમાં લઈ ટાપુ પર વસતા લોકો દેશ માટે પ્રથમ હરોળના સૈનિકો છે. તેમનામાં રાષ્ટ્રભાવના વધુ દ્રઢ બને તે માટે નવ ઓગસ્ટના રોજ દરિયાકાંઠાના ટાપુ પર વસતા પ્રથમ હરોળના સૈનિકોને સાથે રાખીને ધ્વજવંદન કાર્યક્રમ યોજીને સ્વતંત્રતા દિવસને વધાવવા હાકલ કરવામાં આવી હતી. બેટ દ્વારકાના બધા ઘરોમાં તિરંગો ફરકાવાયો હતો.

આ ઉપરાંત બેટ દ્વારકા ખાતે રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રાનું આયોજન કર્યુ હતું, જેમા મોટી સંખ્યામાં બેટ દ્વારકાના આગેવાનો અને પ્રજાજનો જોડાયેલા હતા. તેમા ગગનચુંબી નારાઓ અને દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….
આ પણ વાંચો: સુરતની લાજપોર જેલમાં કેદીના મોત મામલે બબાલ, પોલીસના મારથી મોતનો આરોપ
આ પણ વાંચો: પાટણમાં દોઢ વર્ષના બાળકનું વીજ કરંટથી થયું મોત
આ પણ વાંચો: કાટમાળમાંથી ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ બનેલા કચ્છને એરપોર્ટ મળી શકે
