Gujarat News/ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, આજે ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

1 સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Top Stories Gujarat Others

Gujarat News : હવામાન વિભાગ દ્વારા આજે (10 ઓગસ્ટ) સમગ્ર ગુજરાત માટે આગામી એક સપ્તાહ સુધીની આગાહી જાહેર કરવામાં આવી છે. એ મુજબ આજે આખા ગુજરાતમાં છૂટાછવાયાં સ્થળોએ મેઘગર્જના સાથે હળવો વરસાદ થશે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ સાથે જ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. પવનની ઝડપ 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. મોન્સૂન ટ્રફ બિકાનેર ઉપર સ્થિત થયો છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. મોટા ભાગે આગામી સપ્તાહમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી સપ્તાહમાં છૂટાછવાયાં સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.આ ઉપરાંત 01 જૂનથી ગુજરાતમાં 514 મિમી જેટલો વરસાદ વરસ્યો છે, જે સામાન્ય 462 મિમી કરતાં 11 ટકા વધુ છે. તો સૌરાષ્ટ્રમાં 458 મિમી જેટલો વરસાદ વરસ્યો છે, જે સામાન્ય 355 મિમી કરતાં 29% જેટલો વધુ છે. આગામી 16 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….

આ પણ વાંચો: સુરતની લાજપોર જેલમાં કેદીના મોત મામલે બબાલ, પોલીસના મારથી મોતનો આરોપ

આ પણ વાંચો: પાટણમાં દોઢ વર્ષના બાળકનું વીજ કરંટથી થયું મોત

આ પણ વાંચો: કાટમાળમાંથી ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ બનેલા કચ્છને એરપોર્ટ મળી શકે