Himmatnagar news/ હિંમતનગરના GIDC ઓવરબ્રિજ પાસે ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત

હિંમતનગર GIDC ઓવરબ્રિજ પાસે ત્રિપલ અકસ્માતમાં એકનું મોત થયું હતું અને ત્રણને ઇજા થઈ હતી. આ અકસ્માત કાર, બાઇક અને મોપેડ વચ્ચે થયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું અને ત્રણને ઇજા થઈ હતી. તેઓને 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Gujarat Others Breaking News

Himmatnagar News: હિંમતનગર GIDC ઓવરબ્રિજ પાસે ત્રિપલ અકસ્માતમાં એકનું મોત થયું હતું અને ત્રણને ઇજા થઈ હતી. આ અકસ્માત કાર, બાઇક અને મોપેડ વચ્ચે થયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું અને ત્રણને ઇજા થઈ હતી. તેઓને 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મૃતકને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મોપેડ સવારે બે સગા ભાઈઓને હડફેટે લેતા એકનું મોત થયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. અહીં કાર બેફામ આવી રહી હતી અને તેણે મોતીપુરા જીઆઇડીસી પાસે બે વાહનોને ટક્કર મારી તેના પગલે એકનું મોત થયું હતું.

એક્ટિવા અને બાઇકને ટક્કર વાગતા એકનું ઘટનાસ્થળે મોત થયું હતું અને બીજો હાલમાં હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ અકસ્માતમાં ચાર જણાને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. નેશનલ હાઇવે પર વધેલા માર્ગ અકસ્માતોના લીધે સ્થાનિક લોકોમાં જબરદસ્ત આક્રોશ છે.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં પણ અહીં ત્રિપલ અકસ્માત થયો હતો. શામળાજી તરફથી હિંમતનગર તરફ જતા બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરનો ચાલક કેબીનમાં ફસાઈ ગયો હતો. જેને લઈને ફાયર ટીમે કેબીન કાપી 15 મિનીટમાં બહાર કાઢી 108માં સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.

કાંકરોલ પાસેના અમદાવાદથી ઉદેપુર નેશનલ હાઈવે 48ના ઓવરબ્રિજ પર બુધવારે વહેલી સવારે 5 વાગેના સમયે શામળાજીથી હિંમતનગર તરફ જઇ રહેલ સિમેન્ટની થેલીઓ ભરેલ ટ્રેલર પાછળ કેમિકલ ભરેલ રેતીનું ડમ્પર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેને લઈને ડમ્પરના કાચ તૂટીને ઓવરબ્રિજ પરથી નીચે પડ્યા હતા. જેને લઈને ડમ્પરનો ચાલક રાજસ્થાનના બાસવાડાનો પપુભાઇ નાનુભાઈ મસાલ કેબીનમાં દબાઈ ગયો હતો. ત્યારબાદ 108ને કોલ કરતા એમ્બ્યુલન્સ સ્થળ પર આવી પહોંચી હતી, પરંતુ કેબીનમાં ચાલક દબાઈ જવાના કારણે ગંભીર ઈજાગ્રસ્ત ચાલક બહાર નીકળી શકતો ન હતો. જેને લઈને હિંમતનગર ફાયર વિભાગની ટીમને કોલ મળ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં નેશનલ હાઈવે પર અકસ્માતમાં મહિલાનું મોત, 7 ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: ગોધરામાં ગમખ્વાર અકસ્માતમાં પાંચના મોત

આ પણ વાંચો: જસદણમાં ઇકો કાર પલટી ખાતા ગંભીર અકસ્માતમાં 1 મહિલાનું મોત, 6 ઇજાગ્રસ્ત