Kutchh News : કચ્છમાં પોલીસ સ્ટેશનની અંદર જ આપઘાતનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. કચ્છના માનકુવા પોલીસ સ્ટેશનમાં આપઘાતનો આ બનાવ બન્યો હતો. જેમાં એક યુવકે ગઈ કાલે રાત્રે પોલીસ સ્ટેશનના બાથરૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. આ યુવક લોકોના ઘરમાં ઘુસી જતો હોવાથી પોલીસ યુવકને પોલીસ સ્ટેશને લાવી હતી.
માનકુવા પોલીસ સ્ટેશનમાં લવાયા બાદતેણે બાથરૂમમાં જીવન ટુંકાવ્યું હતું. આત્મહત્યાના આ બનાવને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. આપઘાતના આ બનાવને પગલે કોળી સમાજમાં રોષ વ્યાપી ગયો છે. ઉશ્કેરાયેલા સમાજના લોકોએ તદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા મામલો બિચક્યો હતો. સમાજના લોકોએ મૃતકના પરિવારજનોને ન્યાય મળે તેવી માંગણી કરી છે.
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા
આ પણ વાંચો: યાત્રાધામ અંબાજીમાં મતદાતાઓને મતદાન કરવા રાહત કરી આપતો વરસાદ
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યાત્રાધામ અને પ્રવાસન સુવિધાને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય
