Rajkot News: રાજકોટ (Rajkot)માં આજે પ્રથમ ઇન્ટરનેશનલ ફલાઈટ ઉડાન (First International Flight) ભરવા જઈ રહી છે. શહેરના હીરાસર એરપોર્ટથી પ્રથમ આંતરરાષ્ટ્રીય ફલાઈટ ટૂંક સમયમાં ટેક ઓફ કરશે. હાલમાં હીરાસર એરપોર્ટ (Herasar Airport)ના નવા ટર્મિનલ પર કામ ચાલી રહ્યું છે. જો કે આંતરરાષ્ટ્રીય ફલાઈટ માટે ઇમિગ્રેશન અને કસ્ટમ માટેના કાઉન્ટર તૈયાર થઈ ચૂકયા છે. હીરાસર એરપોર્ટ પરથી સૌ પ્રથમ ઈન્ટરનેશનલ ફલાઈટની ઉડાન દુબઈ માટે શરૂ થાય તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું.

રાજકોટવાસીઓને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી માટે હવે અમદાવાદ આવવાની જરૂર નથી. ચોટીલા હાઈવે નજીક હીરાસર એરપોર્ટ ઉપર ઇન્ટરનેશનલ ફલાઈટની સુવિધા મળે માટે તમામ સ્તરની તૈયારીઓ કરવામાં આવી. હાલમાં ટર્મિનલ બિલ્ડીંગનું કામ પણ પૂર્ણ થવાની નજીક છે. શહેરી રહીશોને હવાઈ મુસાફરીની સુવિધા મળતા આગામી દિવસોમાં વિકાસ વેગ પકડશે. હીરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીટ ફલાઈટ માટે જરૂરી એવા ઇમિગ્રેશનના અરાઈવલ ટેબલ પણ તૈયાર થઈ ગયા છે. એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ડિપાર્ચરમાં ઈમિગ્રેશનના 12 અરાઇવલના 16 ટેબલ સુવિધા છે. ગૃહમંત્રાલય તરફથી રાજકોટના હીરાસર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટને ઇમિગ્રેશન ચેક પોસ્ટ કરવા અંગે જાણ કરતો પત્ર લખાયા બાદ મંજૂરી આપવામાં આવી હતી.
![]()
મહત્વનું છે કે હાલ હીરાસર એરપોર્ટ પરથી દૈનિક 12 ફલાઈટ ઉડાન ભરે છે. ખાસ કરીને આ ફલાઈટો દિલ્હી, મુંબઈ અને બેંગ્લોર જેવા મહાનગરો માટે ઉડાન ભરે છે. તો ગોવા અને પુણે અઠવાડિયામાં કેટલાક નિશ્ચિત દિવસોમાં જ ફલાઈટની સુવિધા ઉપલબ્ધ છે. અમદાવાદ માટે રાજકોટના એરપોર્ટ પરથી દૈનિક 6 ફલાઈટ ઉડાન ભરતી હોય છે. રાજકોટના એરપોર્ટ પરથી ટેક ઓફ કરતી ફલાઈટમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ફલાઈટનો સમાવેશ થાય છે. આ સાથે તહેવાર અને શાળામાં પડતા વેકેશન તેમજ વર્ષ દરમ્યાન આવતી પેકેજ રજાઓને લઈને પણ ફલાઈટના શિડયુલ બદલવામાં આવે છે.
આ પણ વાંચો: પંચમહાલના ઘોઘંબામાં SOGએ ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું
