Kheda News/ કપડવંજમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થતા વાત્રક સહિતની નદીઓમાં નવા નીરની આવક થઈ છે.

Top Stories Gujarat

Anand-Kheda News: હવામાન વિભાગના Meterological Department આંકડા મુજબ ખેડા Kheda અને આણંદ Anand જિલ્લામાં શુક્રવાર, શનિવારે ધોધમાર વરસાદ Heavy Rain પડ્યો હતો. અંદાજે જિલ્લાના 10 તાલુકામાં સરેરાશ બે ઈંચ વરસાદ Rain નોંધાયો છે. સૌથી વધુ કપડવંજમાં Kapadvanj પાંચ ઈંચ ઉપરાંત વરસાદ થયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.  મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થતા વાત્રક સહિતની નદીઓમાં નવા નીરની આવક થઈ છે.

ખેડાનું કપડવંજ, કઠલાલ, નડિયાદ, મહુધા અને ઠાસરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સારા વરસાદના પગલે ધરતીપુત્રોમાં Farmers ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. કઠલાલમાં સવારે 8 થી 10 વાગ્યા સુધીના 2 કલાકના સમયમાં પોણા બે ઈંચ વરસાદ થયો હતો. વહેલી સવારે મોટાભાગના તાલુકાઓમાં વરસાદે ધડબડાટી બોલાવી હતી. કપડવંજમાં પાંચ ઈંચ વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.  નડિયાદમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. આણંદ જીલ્લામાં ખંભાતમાં પણ વરસાદ નોંધાયો છે.  ખેડા જિલ્લામાં આજે ફરી દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

ખેડાના કપડવંજમાં એક કલાકમાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેથી લોકોને ઘરોમાં પૂરાઈ રહેવું પડ્યું હતું. આણંદ જીલ્લાના સોજીત્રામાં બપોર બાદ 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. પેટલાદમાં 1.1 ઈંચ, બોરસદમાં 9 મી.મી, તારાપુરમાં 5 મી.મી અને આંકલાવમાં 2 મી.મી વરસાદ વરસ્યો હતો. થોડા વર્ષ પહેલા ચરોતર વિસ્તારમાં અતિભારે વરસાદથી સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો ગુજરાતમાં કેટલો વરસાદ નોંધાયો, કઈ વરસી રહ્યો છે મેઘો

આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલી નાખતુ રેમલ વાવાઝોડું, જુનના પહેલા સપ્તાહથી આવશે વરસાદ

આ પણ વાંચો:વલસાડમાં બારે મેઘ ખાંગા, વાપી 13 ઈંચ વરસાદમાં જળબંબાકાર

આ પણ વાંચો:હૈદરાબાદ સાયબર ક્રાઈમ સેલનું ગુજરાતમાં મોટું ઓપરેશન, 36 લોકોની ધરપકડ