Visa Fraud/ કેનેડામાં વિઝાના બ્હાને 37 લાખ રૂપિયાની છેતરપિંડી

ખંભાત (Khambhat) ખાતે રહેતા યુવક સહિત ત્રણ યુવકો પાસેથી નડિયાદનાં (Nadiad) પીંપળતામાં રહેતા શખ્શે બે વર્ષ અગાઉ કેનેડાનાં (Canada) વર્ક અને બિઝનેસનાં વિઝા (Visa) આપવાનાં બહાને 37.74 લાખ રૂપિયા પડાવ્યા હતા. જે બાદ પણ શખ્શે વિઝાનું કોઈ કામ ન કરતા પૈસા પરત માંગ્યા હતા. પરંતું પૈસા પરત ન આવતા શખ્શે ખંભાત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

Gujarat Others Breaking News

Nadiad: ખંભાત (Khambhat) ખાતે રહેતા યુવક સહિત ત્રણ યુવકો પાસેથી નડિયાદનાં (Nadiad) પીંપળતામાં રહેતા શખ્શે બે વર્ષ અગાઉ કેનેડાનાં (Canada) વર્ક અને બિઝનેસનાં વિઝા (Visa) આપવાનાં બહાને 37.74 લાખ રૂપિયા પડાવ્યા હતા. જે બાદ પણ શખ્શે વિઝાનું કોઈ કામ ન કરતા પૈસા પરત માંગ્યા હતા. પરંતું પૈસા પરત ન આવતા શખ્શે ખંભાત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ખંભાતનાં ખટનલમાં રહેતા જયેશભાઈ પટેલે તેમનાં પુત્ર તેમજ તેની પત્નિને ત્રણ વર્ષ અગાઉ કેનેડા જવાની વાત કરી હતી. જયેશભાઈએ તેમનાં મિત્ર દ્વારા જાણવા મળ્યું કે નડિયાદનાં પીંપળાતામાં મહેશ કલ્યાણસિંહ મહીડા વિદેશનું વિઝાનું કામ કરે છે. જે બાદ મહેશ મહીડાએ કેનેડા જવા 45 લાખનો ખર્ચો થશે તેમ કહ્યું હતું.

મહેશભાઈએ ટુકડે ટુકડે પૈસા આપવાનું કહ્યું હતું. જે બાદ બાના પેટે 10 હજાર આપ્યા હતા. જે બાદ સમયાંતરે જયેશભાઈએ તેમનાં પુત્ર જૈમિતે 31.67 લાખ રૂપિયા ખાતામાં જમા કરાવ્યા હતા. જે બાદ ઘણો સમય વીત્યો હોવા છતાં વિઝાની કોઈ પ્રોસેસ ન થતા પૈસા પરત માંગ્યા હતા.

એજન્ટ દ્વારા પૈસા પરત ન આપતા જયેશભાઈએ પોલીસ મથકે અરજી આપી હતી. જે બાદ ખંભાત ગ્રામ્ય પોલીસે વ્રજ પટેલની ફરિયાદ લઈ મહેશ મહીડા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આમ રાજ્યમાં વિઝાના બ્હાને છેતરપિંડીનો વધુ એક બનાવ નોંધાયો છે. રાજ્યમાં હવે વિઝા ફ્રોડના સ્વરૂપમાં છેતરપિંડીની નવી જ મોડસ ઓપરેન્ડી ઉભરી આવી છે. તેમા ગુજરાતીઓની વિદેશ જવા માટેની ઘેલછાનો લાભ ઉઠાવવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા કરોડોની ઠગાઈનો કેસ સામે આવ્યો

આ પણ વાંચો: વડોદરામાં દોઢ કરોડની ઠગાઈ કરનારી મહિલા ઝડપાઈ

આ પણ વાંચો: ડોક્ટર સાથે ઠગાઈ, ઓર્ડરના નામે 30 લાખ રૂપિયા પચાવી પાડ્યા