Jamnagar/ જામનગરમાં વરસાદ બાદ પૂરે સર્જી તારાજી; મોલમાં, ઘરોમાં ભરાયા પાણી

જામનગરમાં (Jamnagar) વરસાદી પાણી ભરાવાને કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. સામાન્ય લોકો તેમના ઘરોમાંથી સામાન એકત્ર કરવામાં વ્યસ્ત છે ત્યારે મોટા મોલ અને દુકાનોમાં પણ પાણી ભરાવાને કારણે તમામ સામાન ડૂબી ગયો છે અને નુકસાન થયું છે.

Top Stories Gujarat Breaking News

Jamnagar News: ગુજરાતના અનેક જિલ્લાઓમાં સતત વરસાદને (Rain) કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કચ્છની બાજુમાં આવેલા જામનગર જીલ્લામાં આસના વાવાઝોડાએ (Cyclone) ભારે તારાજી સર્જી હતી. પૂર અને અતિભારે વરસાદને કારણે જામનગર શહેર પૂરગ્રસ્ત થઈ ગયું છે.

પૂર અને વરસાદને કારણે જામનગરના તીન બત્તી ચોક વિસ્તારમાં આવેલા બદરી કોમ્પ્લેક્સનાં ભોંયરામાં હજુ પાણી ભરાયેલા છે પાણી જમા થવાથી ચારેબાજુ  ગંદકી દેખાઈ રહી છે. જે દુકાનોને નુકસાન થયું છે તે લોકો ટ્રેક્ટરમાં માલ ભરીને બહાર આવી રહ્યા છે.

rain in Jamnagar : Latest news and update on rain in Jamnagar

જામનગરમાં (Jamnagar) વરસાદી પાણી ભરાવાને કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. સામાન્ય લોકો તેમના ઘરોમાંથી સામાન એકત્ર કરવામાં વ્યસ્ત છે ત્યારે મોટા મોલ અને દુકાનોમાં પણ પાણી ભરાવાને કારણે તમામ સામાન ડૂબી ગયો છે અને નુકસાન થયું છે. જામનગર ગ્રામ્ય તાલુકામાં પડેલ ભારે વરસાદ તથા ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે સસોઈ ડેમના પાણીના પ્રવાહના લીધે આમરા તથા શાપર ગામે ખેતરના સીમ વિસ્તારમાં પાણી ફરી વળતા ખેતમજૂર કુટુંબ સાથે ફસાઈ ગયા હતા. તેમને બચાવવા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી.

Deep depression brings heavy monsoon rain in South Gujarat, Saurashtra | Skymet Weather Services

આ રેસ્કયુ ઓપરેશનમાં આર્મીની ટીમ, જિલ્લા વહીવટી તંત્ર સાથે તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસ જામનગર ગ્રામ્યના અધિકારીઓ, પોલીસ તથા સ્થાનિક માછીમારોની સહિતનાઓએ સફળતા પૂર્વક રેસ્ક્યુ ઓપરેશનની સરાહનીય કામગીરીમાં સહયોગ આપી લોકોની મહામુલી જિંદગી બચાવવામાં મદદરૂપ થતાં સમગ્ર પરિવારે તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગર ગ્રામ્ય તાલુકામાં ભારે વરસાદના કારણે ફસાયેલા 32 લોકોનું આર્મીની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન

આ પણ વાંચો:જામનગરમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરિક્ષણ કરવા પહોંચ્યા CM ભુપેન્દ્ર પટેલ

આ પણ વાંચો:જામનગર જળબંબાકાર, SDRFની ટીમે બાલંભા ગામના 83 લોકોનું કર્યું રેસ્ક્યુ