Ahmedabad News/ MBBSની ઊંચી ફી, ડોક્ટર થવા આ વર્ષે વિદેશમાં 500 કરોડ ખર્ચશે ગુજરાતીઓ

ગુજરાતમાં મેડિકલ એજ્યુકેશન એટલું મોંઘું થયું છે કે વિદેશમાં ડોક્ટર થવા પાછળ દર વર્ષે 250 કરોડ રૂપિયા ગુજરાતી વિદ્યાર્થીઓ ખર્ચી નાખે છે. જ્યારે આ વર્ષે દસ હજાર વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જવાના હોવાથી આંકડો 500 કરોડ રૂપિયાને વટાવી જાય છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: ગુજરાતમાં મેડિકલ એજ્યુકેશન એટલું મોંઘું થયું છે કે વિદેશમાં ડોક્ટર થવા પાછળ દર વર્ષે 250 કરોડ રૂપિયા ગુજરાતી વિદ્યાર્થીઓ ખર્ચી નાખે છે. જ્યારે આ વર્ષે દસ હજાર વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જવાના હોવાથી આંકડો 500 કરોડ રૂપિયાને વટાવી જાય છે. ગુજરાતમાં ડોક્ટરનો અભ્યાસક્રમ એક કરોડમાં પડે છે તે જ અભ્યાસક્રમ અને તેના કરતાં પણ વધુ સારું શિક્ષણ વિદેશમાં 40થી 45 લાખ રૂપિયામાં થઈ જાય છે. તેમા ત્યાં રહેવાનો ખર્ચ પણ આવી જાય છે. પછી તે અહીં શિક્ષણ શુ કામ મેળવે. આ ઉપરાંત આ વખતે તો નીટના કટ ઓફ માર્ક્સ પણ ઊંચા ગયા છે. કુલ 53 હજાર વિદ્યાર્થીઓએ નીટ પાસ કરી છે અને તેની સામે મેડિકલમાં ફક્ત 6,800 સીટ છે. આ સંજોગોમાં બધાને મેડિકલમાં એડમિશન મળે તે પણ શક્ય નથી. આ સંજોગોમાં મેડિકલમાં એજ્યુકેશન લેવા ઇચ્છુક પરદેશની જ વાટ પકડવાના છે. આ ઉપરાંત જીએમઇઆરએસ દ્વારા મોટાપાયા પર ફી વધારો ઝીંકવામાં આવ્યો છે.

ગુજરાત અને ભારત સરકારે વિચારવા જેવી બાબતે છે કે, દર વર્ષે ગુજરાતમાંથી અંદાજે 5000 જેટલા વિદ્યાર્થીઓ વિદેશમાં મેડિકલનો અભ્યાસ માટે જાય છે. એટલે કે દર વર્ષે મેડિકલના અભ્યાસનો પાંચ લાખનો ખર્ચ ગણીએ તો વિદેશમાં છ વર્ષના અભ્યાસ લેખે 30 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. જો મેડિકલના અભ્યાસ માટે 5000 વિદ્યાર્થીઓ વિદેશ જતા હોય તો દર વર્ષે વિદ્યાર્થી દીઠ પાંચ લાખ રૂપિયા લેખે 250 કરોડ રૂપિયા જેટલું ગુજરાતનું નાણું વિદેશમાં ઠલવાય છે. તેમાંય આ વખતે ચિંતાજનક વાત એ પણ છે કે, ગુજરાતમાં સરકાર દ્વારા જે ફી વધારો કરવામાં આવ્યો છે અને મેડિકલનો ખર્ચ લગભગ ડબલ થઈ ગયો છે, ત્યારે આ વખતે ગુજરાતમાંથી અંદાજે 10,000 વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા વિદેશ જાય તો અંદાજે 500 કરોડ રૂપિયા વિદેશમાં ઠલવાશે.

વિદેશમાં અભ્યાસ માટેના બીજા કારણોની વાત કરીએ તો વિદેશમાં ભણતર સસ્તુ છે. જે મેનેજમેન્ટ ક્વોટામાં પાંચ વર્ષે ડોક્ટર બનવામાં 60 લાખ થાય છે તે વિદેશમાં 30 લાખમાં થઈ જાય છે. એટલું જ નહિ, વિદેશમાં અભ્યાસ માટે સરકાર 15 લાખની લોન આપે છે, જ્યારે અહી MBBS બનવા MYSY યોજનામાં સરકાર 2 લાખ અને કન્યા કેળવણીમાં 6 લાખ સરકાર આપે છે. આ વખતે ગુજરાતમાં MBBS માટે ધોરણ 12 સાયન્સમાં 53 હજાર વિદ્યાર્થી ક્વોલિફાય થયા છે, તેમાંથી માત્ર 6800 વિદ્યાર્થીઓને જ એડમિશન મળશે. 25 હજારમાં અભ્યાસ કરાય તેવી 1100 સીટો, 3 લાખ 75 હજારમાં ભણાય તેવી 1500 સીટો, બાકીની બધી સીટો છે તેની ફી 5 લાખથી 18 લાખ સુધીની છે.

દર વર્ષે ગુજરાતમાંથી અંદાજે 5000 જેટલા વિદ્યાર્થીઓ ડોક્ટરના અભ્યાસ માટે ફિલિપાઇન્સ, પોલેન્ડ, બેલારુસ, કજાકિસ્તાન, યુક્રેન, રશિયા અને ચીન જેવા દેશોમાં જાય છે. મોટાભાગે આવા દેશોમાં મેડિકલનો અભ્યાસ ગુજરાતની સરખામણીમાં સસ્તો છે. ગુજરાતમાં મેડિકલનો અભ્યાસ મેનેજમેન્ટ કોટામાં 80 લાખથી એક કરોડ રૂપિયા થાય છે. તેની સામે અલગ અલગ દેશોમાં આખેઆખો મેડિકલનો અભ્યાસ 30થી 40 લાખ રૂપિયામાં થઈ જાય છે, જેથી ગુજરાતમાં મેરીટમાં રહી જતાં અને નીટમાં ઓછા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ વિદેશમાં કરવાનું પસંદ કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખાર્કિવ એક સમયે હતું યુક્રેનની રાજધાની, તબીબી શિક્ષણનું આ હબ આજે બન્યું યુદ્ધનું મેદાન !

આ પણ વાંચો: શું ભારતમાં તબીબી શિક્ષણ પરવડે તેવું બનશે? નેશનલ મેડિકલ કમિશને લીધો મોટો નિર્ણય

આ પણ વાંચો: તબીબી શિક્ષણ ક્ષેત્રે સરકારનો મોટો નિર્ણય, ઓલ ઇન્ડિયા ક્વોટા યોજનામાં ઓબીસી અને આર્થિક પછાતને મળશે આટલું અનામત