Gir Somnath News/ જિલ્લા કલેકટર  દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સૂત્રાપાડા ખાતે રાત્રીસભા યોજાઈ

કલેક્ટરએ સૂત્રાપાડાવાસીઓની રજૂઆતો ધ્યાને લઇ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને હકારાત્મક ઉકેલ માટે સૂચનાઓ આપી

Top Stories Gujarat

Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લા વહિવટી તંત્ર ગ્રામજનોના દ્વાર સુધી પહોંચી તેમના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં કાર્ય કરી રહ્યું છે. જેમાં જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને કોમ્યુનિટી હોલ સૂત્રાપાડા ખાતે રાત્રીસભા યોજાઇ હતી. કલેક્ટરએ જણાવ્યું હતું કે, નાગરીકોને પડતી મુશ્કેલીઓ અને રખડતાં પશુઓ, પાણી નિકાલ સહિતના પ્રશ્નોની રજૂઆતો પર પૂરતું ધ્યાન આપીને તેનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવશે અનેનાગરિકોના પ્રશ્નો બાબતે અધિકારીઓને સ્થળ પર જ નિયમ મુજબ કાર્યવાહી કરીને હકારાત્મક નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચના આપી હતી.

કલેક્ટરએ રાત્રીસભામાં પીજીવીસીએલ, જમીનને લગતા પ્રશ્નો, બિન કાયદેસર દબાણ, રખડતાં પશુઓ, પ્લોટ ધારકોની વેરા અરજી, ખેતીની જમીનમાં પાણી ભરાવા, રોડ રસ્તાનાં, વાડી વિસ્તારનાં સાકડા રસ્તા, એસ.ટી. સ્ટેન્ડ બનાવવા, સ્પોર્ટ ગ્રાઉન્ડ, વાડી વિસ્તારના રસ્તા પહોળા કરવા સહિતના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતાં.

રાત્રીસભા પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટરએ રસ્તાની સાઈડ ઉપરના દબાણોનું અધિકારીઓ સાથે જાતે નિરીક્ષણ કર્યું હતું. આ રાત્રી સભામાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપરકર, અધિક નિવાસી કલેકટર રાજેશભાઈ આલ, વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોષી, સૂત્રાપાડા મામલતદાર હર્ષદ પરમાર,સૂત્રાપાડા બંદર સરપંચ દિલીપભાઈ આજણી, અગ્રણી દિલીપભાઈ બારડ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમે આવશે લાખો માઈભક્તો, ST વિભાગે પણ કસી કમર

આ પણ વાંચો: ‘બોલ મારી અંબે’ના નાદથી ગુંજ્યું અંબાજી મંદિર, ભાદરવી પૂનમના મેળાનો આજથી આરંભ

આ પણ વાંચો: અંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર, 1 હજારથી વધુ એક્સ્ટ્રા ST બસ દોડશે