Sabarkantha News/ સાબરકાંઠાના ઈડર સ્થિત પાનોલ ગામ પાસેથી મૃતદેહ મળતા ચકચાર

વેકરી નદીના પટમાંથી મળી આવ્યો મૃતદેહ

Top Stories Gujarat

Sabarkantha News : સાબરકાંઠાના ઈડર સ્થિત પાનોલ ગામ નજીકથી મૃતદેહ મળી આવતા આ વિસ્તારમાં ચકચાર મચી છે. આ મૃતદેહ વેકરી નદીના પટમાંથી મળી આવ્યો હતો. યુવતનો મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ કરાતા ફાયર કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિત તપાસમાં મૃતક વેકરી નદીના વહેણમાં તણાઈ જતા તેનું મૃત્યુ નીપજ્યુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

બનાવને પગલે સ્થાનિકો ઘટનાસ્થળે મોચી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. આ યુવક મહિસાગરનો રહેવાસી હોવાનું કહેવાય છે. યુવક નદીમાં ન્હાવા પડચા આ ઘટના બની હોવાનું અનુમાન છે. બીજીતરફ ફાયરબ્રિગેડના જવાનોએ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બાદમાં તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. પગપાળા જઈ રહેલો યુવક નદીમાં ન્હાવા પડતા અને પાણીના વ્હેણમાં ખેંચાઈને ડૂબી ગયો હોવાનું કહેવાય છે. પહેરેલા કપડામાંથી આધારકાર્ડ મળી આવતા મૃતકની ઓળખ થઈ હતી. આ અંગે ઈડર પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં ડેન્ગ્યુથી પ્રથમ મોતનો કિસ્સો આવ્યો સામે, રાધનપુરના કરસનગઢ ગામના યુવાનનું ડેન્ગ્યુથી મોત, જુમાભાઈ મધરા નામના યુવાનનું ડેન્ગ્યુના કારણે મોત, યુવાનના મોત બાદ પણ રોગ્ય

આ પણ વાંચો: જામનગર/ એમબીબીએસની વિદ્યાર્થીનીનું ડેન્ગ્યુથી મોત

આ પણ વાંચો: મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 11 વર્ષની બાળકીનું મોત