Ahmedabad News/ ગુજરાતીઓની સમૃદ્ધિ વધી, આંતરરાષ્ટ્રીય મુસાફરી કરનારા વધ્યાં

રાજ્યના વિવિધ એરપોર્ટ પરથી એક મહિનામાં કુલ 1.78 લાખથી વધુ આંતરરાષ્ટ્રીય મુસાફરોની (International Passenger) અવરજવર નોંધાઈ છે. દેશના રાજ્યોમાં ગુજરાત સાતમા ક્રમે છે જ્યાં એક મહિનામાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મુસાફરો નોંધાયા છે.

Gujarat Ahmedabad

Ahmedabad News: રાજ્યના વિવિધ એરપોર્ટ પરથી એક મહિનામાં કુલ 1.78 લાખથી વધુ આંતરરાષ્ટ્રીય મુસાફરોની (International Passenger) અવરજવર નોંધાઈ છે. દેશના રાજ્યોમાં ગુજરાત સાતમા ક્રમે છે જ્યાં એક મહિનામાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મુસાફરો નોંધાયા છે. જુલાઈ મહિનામાં અમદાવાદથી 1.67 લાખ સ્થાનિક મુસાફરો અને 11,344 આંતરરાષ્ટ્રીય મુસાફરોએ મુસાફરી કરી હતી. આ સાત મહિનાના સમયગાળા દરમિયાન દિલ્હીમાં સૌથી વધુ 17.19 લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરો નોંધાયા હતા.

જુલાઈ મહિનામાં ગુજરાતના એરપોર્ટ પર 11.67 લાખ સ્થાનિક અને 1.78 લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરો સહિત કુલ 13.45 લાખ મુસાફરો નોંધાયા હતા. જેમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ (SVPI) પરથી જ 1.67 લાખ આંતરરાષ્ટ્રીય અને 8.33 લાખ સ્થાનિક મુસાફરોનો સમાવેશ થાય છે. આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા વધીને 12.43 લાખ થઈ છે.

જાન્યુઆરીથી જુલાઈ 2023 સુધીમાં 10.37 લાખ મુસાફરો હતા. તે જ સમયે, સાત મહિનામાં સ્થાનિક મુસાફરોની સંખ્યા વધીને 63.01 લાખ થઈ ગઈ છે. જુલાઇ મહિનાની જ વાત કરીએ તો અમદાવાદથી 1,119 ઇન્ટરનેશનલ અને 6,433 ડોમેસ્ટિક ફ્લાઇટ્સ (Domestic Flights) હતી. જુલાઈ મહિનામાં અમદાવાદમાંથી 10 લાખથી વધુ મુસાફરોની નોંધણી થઈ છે. પરિણામે, અમદાવાદ એરપોર્ટ દરરોજ સરેરાશ 32,271 મુસાફરો અને 243 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. જુલાઈ મહિના દરમિયાન ગુજરાતના અન્ય એરપોર્ટ પરથી વડોદરામાં 93,284 મુસાફરો, રાજકોટમાં 76,586, સુરતમાં 1.35 લાખ, ભુજમાં 13,571, દીવમાં 3090 મુસાફરો આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની વધતી જતી સંખ્યા બતાવે છે કે ગુજરાતીઓએ હવે કોરોના કાળને પાછળ છોડી દીધો છે અને તેઓ તેમાથી બેઠા થઈ ગયા છે. તેઓની સ્થિતિ ફક્ત રાબેતા મુજબની જ નથી પરંતુ તેનાથી પણ આગળ વધી છે. તેના લીધે વિદેશ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદના SVPI એરપોર્ટ પર આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ

આ પણ વાંચો: ડિજિયાત્રાઃ SVPI એરપોર્ટ ચેક ઇન પ્રક્રિયાનો દોઢ કલાકનો સમય ઘટાડી 15 મિનિટનો કરશે

આ પણ વાંચો: અમદાવાદના SVPI એરપોર્ટ પર વધુ મેટલ ડિટેક્ટરો અને એક્સ-રે મશીન આવતા મુસાફરોને થશે રાહત