Chhota Udaipur/ છોટાઉદેપુરમાં યુવકના મૃતદેહ મળવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો

છોટાઉદેપુરના ખોખરીવેરી ગામ પાસેથી યુવકના મૃતદેહ મળવાના કેસમાં ચોંકવાનારો ખુલાસો થયો છે. યુવકની હત્યા થયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે.

Gujarat Others Breaking News

Chhotaudaipur News: છોટાઉદેપુરના ખોખરીવેરી ગામ પાસેથી યુવકના મૃતદેહ મળવાના કેસમાં ચોંકવાનારો ખુલાસો થયો છે. યુવકની હત્યા થયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે. છોટા ઉદેપુરના ખોખરીવેરી ગામની સીમમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળવાની જાણ થતા સ્થાનિક પોલીસે ઘટનાસ્થળેથી પહોંચીને મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પોલીસ તપાસમાં મૃતક યુવકનું નામ સુખરામ રાઠવા હોવાનું સામે આવ્યું હતું, અને મૃતક ક્વાંટના રોડધા ગામનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું. યુવકના મોત અંગે મૃતકના પરિજનોએ હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો અને પોલીસ સ્ટેશનને ઘેરાવો કરીને આરોપીની ધરપકડ કરવાની માંગ કરી હતી.

છોટા ઉદેપુરના ખોખરીવેરીના સ્થાનિકોને થોડા દિવસ અગાઉ ગામની સીમમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો. જેથી સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. મૃતક યુવક ખોખરીવેરી ગામનો ન હોવાનું સ્થાનિક આગેવાને પોલીસને જણાવ્યું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા થઈ હોવાનું મૃતદેહ પરથી લાગી રહ્યું હતું. જે બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. જેના રિપોર્ટમાં યુવકની હત્યા થયાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધીને યુવકની હત્યા કરનારા અજાણ્યા શખ્સોની પોલીસે શોધખોળ આરંભી છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ  છોટાઉદેપુરના સંખેડામાં Sankheda પુત્રએ પિતાની હત્યા Murder કરતા ચકચાર મચી ગઈ છે. નવી નગરી નવાપુરામાં પુત્રએ પિતાની હત્યા કરતા પોલીસે આરોપીની ગણતરીરના કલાકોમાં ધરપકડ Arrest કરી કાર્યવાહી હાથ ધરી છે.

છોટાઉદેપુરના સંખેડામાં પિતા-પુત્રના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે. ધોળા દહાડે પુત્રએ વાપરવાના પૈસા કેમ નથી આપતા કહીને પિતાની હત્યા કરી દીધી છેે. નવી નગરી નવાપુરામાં પુત્રએ પિતા પાસે પૈસા માંગતા પિતાએ ન આપતા કોદાળી વડે ત્રણ થી ચાર ઘા ઝીંકી પિતાની સહેજપણ દયાભાવના, પ્રેમ વિના હત્યા Murder કરી દીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: છોટાઉદેપુરના સંખેડામાં કળયુગી શ્રવણે કરી પિતાની હત્યા

આ પણ વાંચો: વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા, છોટાઉદેપુરમાં બની ડબલ મર્ડરની ઘટના

આ પણ વાંચો: છોટાઉદેપુર:પતિએ પત્નીની કરી હત્યા પતિએ પત્નીને માથામાં ડંડો મારી કરી હત્યા અન્ય મહિલા સાથે લગ્ન કરવા બબાલ થઇ હતી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી