Sanand News/ 27 સપ્ટેમ્બરે સાણંદ APMC ખાતે અમદાવાદ જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે

આવતીકાલ તા. 27 સપ્ટેમ્બરના રોજ સાણંદ APMC ખાતે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અને અમદાવાદ જિલ્લા પંચાયતનાં પ્રમુખ કંચનબા વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે.

Top Stories Gujarat

Sanand News: આવતીકાલ તા. 27 સપ્ટેમ્બરના રોજ સાણંદ APMC ખાતે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અને અમદાવાદ જિલ્લા પંચાયતનાં પ્રમુખ કંચનબા વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. જે અંતર્ગત જિલ્લાના 2764 લાભાર્થીઓને વિવિધ વિભાગો દ્વારા રૂ. 73 કરોડથી વધુની સહાય તથા કિટનું વિતરણ કરવામાં આવશે.

ગરીબ કલ્યાણ મેળાને અનુલક્ષી સાણંદ ખાતે કાર્યક્રમ સ્થળે લાભાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા, ભોજન, પીવાનું પાણી, લાભાર્થીઓ- મહાનુભાવોની બેઠક વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. વધુમાં, કાર્યક્રમના સ્થળે વિવિધ યોજનાકીય સ્ટોલ્સની ગોઠવણી, કાર્યક્રમના સ્થળે ટ્રાફિક નિયમન, વાહન પાર્કિંગ, કાયદો અને વ્યવસ્થા તથા સ્ટેજ સંચાલન સહિતની વિવિધ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઇ.ચા. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના માર્ગદર્શનમાં સાણંદ નાયબ કલેક્ટર ડી.બી. ટાંક, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કલ્પેશ કોરડિયા, અધિક નિવાસી નાયબ કલેક્ટર હાર્દ શાહ સહિતના અધિકારીઓ-કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારત બંધની અસર દેખાઇ સાણંદમાં, બજારોમાં જોવા મળ્યો સન્નાટો

આ પણ વાંચો:ભાજપના ચાણક્ય ફરી આવશે ગુજરાત, ભગવાન જગન્નાથના કરશે આરતી-દર્શન, આ વિકાસકાર્યોનું લોકાર્પણ

 આ પણ વાંચો:વિરમગામના ગોડાઉનમાં રૂ.2.15 કરોડની ડાંગર પલળી, હવે બીજે ખસેડવા કરાશે 33 લાખનો ખર્ચ