Rajkot News : જસદણમાં એક શખ્સે પરિણીતાને પોતાની હવસનો શિકાર બનાવતા ચકચાર મચી છે. આ બનાવની વિગત મુજબ આરોપીએ બે મહિના પહેલા પિડીત મહિલા સાથે મોબાઈલથી સંપર્ક કર્યો હતો. બાદમાં આરોપી મહિલાને જુદા જુદા સ્થળે લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પરિણીતાની મરજી વિરૂધ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

તે સિવાય આરોપીએ મહિલાને ધાક ધમકી આપી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે 32 વર્ષીય પરિણીતાએ અંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસેવિપુલ મેવાડા નામના શખ્સની ધરપકડ કરી છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:રાજકોટ લોધિકાની સરકારી શાળાના વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં ફરાર 3 શિક્ષકો સસ્પેન્ડ
આ પણ વાંચો:રાજ્યની સરકારી શાળાઓમાં 134 ગુટલીબાજ શિક્ષકોની સરકારે કરી હકાલપટ્ટી
