Ahmedabad News/ રામોલ તોડકાંડ મામલે એક હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, અન્ય જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?

વડોદરાના વૃદ્ધ દંપત્તિ પાસે ત્રણ પોલીસ કર્મીઓએ રોકડ, ડૉલર તેમજ દારૂની બોટલ પડાવી લીધી હતી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદમાં રામોલ પોલીસ સ્ટેશનની હદમાં વિદેશથી પરત આવી રહેલા વૃદ્ધ દંપત્તિ પાસે તોડ કરવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનામાં સામેલ હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ દાનાભાઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદેશથી પરત આવેલા વડોદરાના વૃદ્ધ દંપત્તિ પાસે ત્રણ પોલીસ કર્મીઓએ રોકડ, ડૉલર તેમજ દારૂની બોટલ પડાવી લીધી હતી. હવે અન્ય જવાબદારો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે મોટો પ્રશ્ન છે? આ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીને તપાસ સોંપાઈ હતી.તારીખ 5 નવેમ્બરના રોજ વડોદરાનું એક વૃદ્ધ દંપત્તિ વિયેતનામથી પરત ફરી રહ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી ઉતારી ટેક્સી કરીને વડોદરા જવા રવાના થયા હતા. આ લોકો રામોલ રિંગ રોડથી એક્સપ્રેસ હાઇવે પર જવાના હતા, પણ એક્સપ્રેસ હાઇવે પર પહોંચે તે પહેલા જ પોલીસે તેમને રિંગ રોડ પર અદાણી સર્કલ પાસે રોક્યા હતા.

પોલીસે આ ગાડીમાં ચેકીંગ કર્યું હતું. ચેકીંગમાં વૃદ્ધ દંપત્તિ પાસેથી પરમીટ વાળી વિદેશી દારૂની 5 બોટલો મળી આવી હતી, જેનું બિલ પણ તેમની પાસે હતું. આમ છતાં પોલીસે તેમને ધમકી અને કાયદાનો ડર બતાવીને અને ખોટા કેસમાં અંદર કરી દેવાનો ભય ઉભો કરી આ વૃદ્ધ દંપત્તિ પાસેથી પરમીટ વાળી દારૂની 3 બોટલ, 14000 રોકડા અને 400 USD પડાવી લીધા હતા.આ ત્રણ પોલીસકર્મીમાં ખુમાનસિંહ, નરપતસિંહ ઉર્ફે અલ્પેશ તેમજ અન્ય એક પોલીસકર્મી સામેલ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ખુમાનસિંહ સિવાય અન્ય બે જવાબદાર સામે ક્યારે કાર્યવાહી થશે તે મોટો પ્રશ્ન છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટ લોધિકાની સરકારી શાળાના વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં ફરાર 3 શિક્ષકો સસ્પેન્ડ

આ પણ વાંચો:સરકારી શાળામાં અદ્ભુત ‘ગેમ’, મુખ્ય શિક્ષકને બદલે દીકરો શાળામાં ભણાવતો જોવા મળ્યો, આ રીતે થયો સત્યનો પર્દાફાશ

આ પણ વાંચો:રાજ્યની સરકારી શાળાઓમાં 134 ગુટલીબાજ શિક્ષકોની સરકારે કરી હકાલપટ્ટી