Medical Mafia/ મેડિકલ માફિયાઓના હાથમાં ગુજરાતી દર્દીઓ, ખ્યાતિના દર્દીઓને ન્યાય નહીં મળે

ગુજરાતી દર્દીઓને મેડિકલ માફિયા (Medical Mafia) ઓને હવાલે કરી દેવાયા છે. PMJAY કૌભાંડ હવે એક પગલું આગળ વધ્યું છે. ભ્રષ્ટાચારની સાથે લોકોના જીવ સાથે પણ રમત રમાઈ રહી છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: ગુજરાતી દર્દીઓને મેડિકલ માફિયા (Medical Mafia) ઓને હવાલે કરી દેવાયા છે. PMJAY કૌભાંડ હવે એક પગલું આગળ વધ્યું છે. ભ્રષ્ટાચારની સાથે લોકોના જીવ સાથે પણ રમત રમાઈ રહી છે. ગુજરાતની હોસ્પિટલો સરકારી યોજનાઓનો લાભ લઈને પૈસા કમાવવાના પ્રયાસમાં જીવ ગુમાવી રહી છે. મેડિકલ માફિયા નિર્દય બની ગયા છે. સરકાર-આરોગ્ય વિભાગનો હવે ડર નથી.

ફ્રી હેલ્થ કેમ્પના નામે દર્દીઓ સાથે છેતરપિંડી

વર્તમાન વ્યવસ્થામાં ચેરિટી-બિઝનેસ પોલિસીના કારણે આરોગ્ય ક્ષેત્રે પણ કૌભાંડો થઈ રહ્યા છે. આટલું જ નહીં દર્દીઓ હવે હોસ્પિટલોમાં ગ્રાહક બની રહ્યા છે. નિ:શુલ્ક આરોગ્ય કેમ્પના નામે દર્દીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે અને સારવારના નામે તેમના જીવ સાથે રમત રમાઈ રહી છે છતાં રાજ્યનું આરોગ્ય વિભાગ શાંતિની ઊંઘમાં છે.

દર્દીઓને માત્ર કાગળ પર જ સારવાર

કેગના રિપોર્ટમાં સાબિત થયું છે કે રાજ્યમાં PMJAY યોજનાના નામે દર્દીઓને માત્ર કાગળ પર જ સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ, સરકારી હોસ્પિટલોની હાલત સુધારવાને બદલે ખાનગી હોસ્પિટલોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ખાનગી વીમા કંપનીઓને બખ્ખાં

રાજ્યના આરોગ્ય વિભાગે ખુદ ખાનગી હોસ્પિટલોને દર્દીઓને લૂંટવા માટે મંજૂરી આપી છે, એટલું જ નહીં પ્રોત્સાહન પણ આપ્યું છે. આ કામ સરકારી વીમા કંપનીઓને બદલે ખાનગી વીમા કંપનીઓને આપવામાં આવ્યું છે, જેના કારણે ખાનગી વીમા કંપનીઓને બખ્ખાં પડી ગયા છે.

ખ્યાતી હોસ્પિટલની ઘટના બાદ વિપક્ષે સરકારને ઘેરી છે. અમરેલી અને વિરમગામ આંખે પાટા બાંધવાની ઘટના માટે જવાબદારો પકડાયા નથી તેવો આક્ષેપ વિધાનસભા વિરોધ પક્ષના નેતાએ કર્યો છે. આ જોઈને ખ્યાતી હોસ્પિટલ કેસમાં દર્દીઓને ન્યાય મળશે કે પછી તપાસમાં ડ્રામા થશે તેવો સવાલ ઉઠી રહ્યો છે.

આરોગ્ય વિભાગને માત્ર ટેન્ડરો અને દવાઓ અને તબીબી સાધનો ખરીદવામાં જ રસ છે. આરોગ્ય વિભાગને આરોગ્ય સુવિધાઓ સુધારવામાં રસ નથી. ખ્યાતી હોસ્પિટલ કૌભાંડ ગાંધીનગર સાથે જોડાયેલો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ખરેખર તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલ મામલો : ભોજન લેવાને કારણે બે લોકોને ઈન્ફેક્શન બાદ મોત થયા હતા : સૂત્રો

આ પણ વાંચો:અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે માત્ર 6 મહિનામાં ગુજરાત સરકારને ખંખેરી નાંખી! આ અમે નહીં બોલે છે આંકડા

આ પણ વાંચો:PMJAY યોજના અંતર્ગત મેડીકલ કેમ્પમાં જાઓ તો સાચવજો! નહીંતર આવશે જીવ ગુમાવવાનો વારો!