Dahod News/ ગુજરાતના આ જિલ્લામાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ! રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે કરવામાં આવશે કનેક્શન

દાહોદ જિલ્લામાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે તંત્રએ તૈયારી કરી લીધી છે.

Gujarat Others

Dahod News: દાહોદ જિલ્લામાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે તંત્રએ તૈયારી કરી લીધી છે. જમીન સંપાદન બાદ હવે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ઝાલોદની આસપાસના 4 ગામોનો સર્વે કરવામાં આવ્યો છે. એરપોર્ટ ઓથોરિટીના 3 અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એરપોર્ટનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં એરપોર્ટનું ગ્રાઉન્ડ અને રનવે અને અન્ય માહિતી પણ દર્શાવવામાં આવી છે.

ઝાલોદની આસપાસના પર્યાવરણનો અભ્યાસ

આ સાથે એરપોર્ટથી કયું શહેર કેટલા કિલોમીટર દૂર છે તે પણ નકશામાં દર્શાવવામાં આવ્યું છે. એરપોર્ટના નિર્માણ બાદ ઈન્દોર, ઉદયપુર, વડોદરા, અમદાવાદને જોડવામાં આવશે. ઝાલોદના તાડગોલા ગામ પાસે નેશનલ કોરિડોર પાસે આ એરપોર્ટ બનાવવામાં આવશે.

દાહોદ એરપોર્ટ ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એરપોર્ટનું મધ્યબિંદુ હશે. એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ ફોટોગ્રાફ્સ, આબોહવા અને આસપાસના વિસ્તારના વર્ણન સાથે વિસ્તારનું ભૌગોલિક સર્વેક્ષણ કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દાહોદમાં માર્ગ અકસ્માતના બનાવો સંદર્ભે મલ્ટી ડાયમેન્શનલ એનાલિસીસથી અકસ્માતમાં ઘટાડો

આ પણ વાંચો:દાહોદના બનાવટી NA પ્રકરણમાં 33 જણાએ મળીને બે કરોડથી વધુની છેતરપિંડી કરી

આ પણ વાંચો:રાજસ્થાનમાં દાહોદના એક જ પરિવારના બાળક સહિત 5ના મોત, 1 મહિલાની સ્થિતિ ગંભીર