Gandhinagar News : ગાંધીનગરમાં જુના સચિવાયલયમાં આગ ફાટી નીકળતા ભયનો માગોલ છવાયો હતો. જુના સચિવાલયમાં આવેલા શ્રમ અને રોજગાર વિભાગની કચેરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગમાં મોટાભાગના દસ્તાવેજો અને કોમ્પ્યુટર બળીને રાખ થઈ ગયા હતા.આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાફાયર કર્મચારીઓ ફાયરની ગાડીઓ સાથે ઘટનાસસ્થળે પહોંચી ગયા હતા
બાદમાં ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. આગના આ બના સંદર્ભે FSL દ્વારા કરવામાં આવશે તપાસ એમ સુત્રોએ જણાવ્યું હતું. આગમાં ફર્નિચર પણ બળીને રાખ થઈ ગયું હતું. જોકે આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું ન હતું. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:ટૂંક સમયમાં શરૂ થશે ધ્રુજાવી દેતી ઠંડી, આગામી સપ્તાહ કેવું રહેશે તાપમાન
આ પણ વાંચો:જાણો ક્યારથી પડશે ગુજરાતમાં ધ્રુજાવી દેતી ઠંડી, કેવું રહેશે તાપમાન
આ પણ વાંચો:ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુલાબી ઠંડી પડવાની સંભાવના
